Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dearness Allowance: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી, મોંધવારી ભથ્થામાં કરાયો વધારો

Dearness Allowance: સરકાર દ્વારા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને હિસાબી વર્ષના સમાપન પહેલા કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી યોજના અને ભથ્થાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિસેમ્બર AICPI...
dearness allowance  લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી  મોંધવારી ભથ્થામાં કરાયો વધારો

Dearness Allowance: સરકાર દ્વારા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને હિસાબી વર્ષના સમાપન પહેલા કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી યોજના અને ભથ્થાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

  • ડિસેમ્બર AICPI ઇન્ડેક્સ પરથી નક્કી કરાયેલ દર
  • પગારમાં રૂ. 9000 ના 50 ટકા ઉમેરવામાં આવશે
  • સંપૂર્ણ DA મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું

ત્યારે કેન્દ્રીય કર્મચારી (Government Employee) ઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (Dearness Allowance) માં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) મોંઘવારી ભથ્થા (Allowance) માં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. હવે કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ મોંઘવારી ભથ્થું (Allowance) 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે. આ સતત 4 વખત છે જ્યારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. જોકે મોંઘવારી ભથ્થા (Allowance) માં વધારાથી સરકારી તિજોરી પર 12,868.72 રૂપિયાનો બોજ વધશે.

Advertisement

ડિસેમ્બર AICPI ઇન્ડેક્સ પરથી નક્કી કરાયેલ દર

ડિસેમ્બરના AICPI Index Data પરથી આ સ્પષ્ટ થયું છે. જો કે, ડિસેમ્બરમાં Index નંબર 0.3 પોઈન્ટ ઘટીને 138.8 પોઈન્ટ થયો હતો. પરંતુ તેનાથી મોંઘવારી ભથ્થા (Allowance) ના આંકડામાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. અપેક્ષા મુજબ મોંઘવારી ભથ્થું (Allowance) 50 ટકાને વટાવી ગયું છે. હવે મોંઘવારી ભથ્થું (Allowance) 50.28 ટકા થઈ ગયું છે. પરંતુ સરકારી દશાંશ 0.50 ની નીચે છે, તેથી માત્ર 50 ટકા જ અંતિમ રહેશે. તેમાં 4 ટકાનો વધારો નિશ્ચિત છે.

પગારમાં રૂ. 9000 ના 50 ટકા ઉમેરવામાં આવશે

Advertisement

પરંતુ આ પછી મોંઘવારી ભથ્થું (Allowance) ઘટીને શૂન્ય થઈ જશે. આ પછી મોંઘવારી ભથ્થા (Allowance) ની ગણતરી 0 થી શરૂ થશે. કર્મચારીઓના મૂળ પગારમાં 50 ટકા DA ઉમેરવામાં આવશે. ધારો કે, જો કોઈ કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર તેના Pay Band પ્રમાણે રૂ. 18000 છે, તો તેના પગારમાં રૂ. 9000 ના 50 ટકા ઉમેરવામાં આવશે.

સંપૂર્ણ DA મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું

જ્યારે પણ નવું પગાર ધોરણ લાગુ કરવામાં આવે છે, ત્યારે કર્મચારી (Government Employee) ઓને મળતું DA મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે નિયમ પ્રમાણે કર્મચારીઓને મળતું 100 ટકા DA મૂળ પગારમાં ઉમેરવું જોઈએ, પરંતુ આ શક્ય નથી. તેમ છતાં વર્ષ 2006 અને 2016 માં પગાર ધોરણમાં ડિસેમ્બર સુધી 187 ટકા DA આપવામાં આવતું હતું. આખું DA મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેથી છઠ્ઠા પગાર ધોરણનો ગુણાંક 1.87 હતો. પછી નવા Pay Band અને નવા ગ્રેડ પે પણ બનાવવામાં આવ્યા.

આ પણ વાંચો: PM Ujjwala Yojana: લોકસભા ચૂંટણી અને મહિલા દિવસ પહેલા દેશની મહિલાઓને પીએમ મોદીની અનોખી ભેટ

Tags :
Advertisement

.