ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

DA Hike : મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો આટલા ટકા વધારો

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ મોંઘવારી ભથ્થામાં 2 ટકા વધારાની કરી જાહેરાત હવે કેન્દ્રીયકર્મીઓનું મોંઘવારી ભથ્થું વધીને 55 ટકા 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું લાગુ પડશે છેલ્લે જુલાઈ 2024માં DAમાં વધારો કરાયો હતો DA Hike : કેન્દ્ર સરકારે...
03:34 PM Mar 28, 2025 IST | Hiren Dave
7th Pay Commission DA Hike

DA Hike : કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને (Central Govt)મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં, મોદી સરકારે 7 મા પગાર પંચની (7 th pay Commission) રચનાને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi)નેતૃત્વ હેઠળની સરકારે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થો વધીને 2 ટકા થયો છે. કેન્દ્રીય કર્મચારીઓ (DA Hik)અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની રાહ જોઈ રહ્યા હતા. જોકે, અત્યાર સુધી જ્યારે સંસદમાં આ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવતા હતા, ત્યારે સરકાર આવી કોઈ દરખાસ્ત ન આવવાની વાત કરતી જોવા મળતી હતી, પરંતુ હવે અચાનક સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપવાનો રસ્તો સાફ કરી દીધો છે.

7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો

શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hik) માં 2% નો વધારો કરવાની મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ વધારા સાથે, હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR) 53 ટકાથી વધીને 55 ટકા થશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે.

આ પણ  વકંચો -બેંગકોકમાં ભૂકંપે સર્જેલી તબાહી પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, ભારત શક્ય તમામ સહાય માટે તૈયાર

કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે

છેલ્લો વધારો જુલાઈ 2024 માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું હતું. હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ કર્મચારીઓના મૂળ પગારમાં 2 ટકા વધારાનો મોંઘવારી ભથ્થો ઉમેરવામાં આવશે. આ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલી માનવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

આ પણ  વકંચો -1 એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે, જાણો કઈ કઈ દવાઓના ભાવ વધશે

પગાર કેટલો વધશે?

78  મહિનામાં આ પહેલી વાર છે

છેલ્લા કેટલાક વર્ષોમાં, મોંઘવારી ભથ્થામાં 3 થી 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ 78 મહિનામાં એટલે કે 6.6 વર્ષમાં પહેલીવાર DAમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2018 ની શરૂઆતમાં, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી, સતત ૩ કે ૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બે મહિનાના બાકી પગારએરિયસ સાથે આવશે

સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આવા કિસ્સામાં, બે મહિનાના બાકી પગારને એકસાથે ઉમેરીને માર્ચ મહિનાના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સાથે, માર્ચ મહિનાનો મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈપણ કેન્દ્ર સરકારી કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હોય, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે.

Tags :
7th Pay Commission7th Pay Commission DA HikeCentral GovtDA HikeDA Hike NewsDearness AllowanceEmployees
Next Article