ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Manipur માં ફરી કર્ફ્યુ, શાળાઓ અને બજારો બંધ; જાણો કેમ લડ્યા બે જૂથો

મણિપુરમાં બે જૂથો વચ્ચે ફરી અથડામણ થયા બાદ ફરીથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ વખતે ધ્વજ ફરકાવવાને લઈને વિવાદ ઉભો થયો છે.
07:00 AM Apr 10, 2025 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
Curfew again in Manipur gujarat first

Manipur Violence: મણિપુરમાં બે જૂથો વચ્ચે ફરી અથડામણ થયા બાદ ફરીથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ વખતે ધ્વજ ફરકાવવાને લઈને વિવાદ ઉભો થયો છે. વિવાદ વધતો જોઈને, મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો અને કર્ફ્યુ લાદ્યો, જેથી વિવાદને દબાવી શકાય અને હિંસા રોકી શકાય.

ચુરાચંદપુર જિલ્લામાં કર્ફ્યુ

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ બગડેલી છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી નથી. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચંદપુર જિલ્લા મેજિસ્ટ્રેટ ધારુણ કુમારે કર્ફ્યુનો આદેશ જારી કર્યો અને તેને તાત્કાલિક અસરથી લાગુ કર્યો.

આ પણ વાંચો :  Waqf Amendment Act સંબંધિત અરજીઓ પર સુનાવણીની તારીખ નક્કી, CJI કરશે બેન્ચની અધ્યક્ષતા

આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચુરાચંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઇકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17 એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુના નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17 એપ્રિલ સુધી સવારે 6 થી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો :  26/11 હુમલાના આરોપી Tahawwur Rana ને ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન

Tags :
CrisisInManipurFlagDisputeGujaratFirstIndiaInternalConflictlawandorderManipurClashesManipurCurfewManipurTensionsManipurViolenceMarketsShutMihirParmarNortheastUnrestPeaceInManipurPresidentsRuleSaveManipurSchoolsClosed