Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Crime News: ઉત્તર પ્રદેશમાં બની ‘ધાવણ’ લજવે તેવી ઘટના, દીકરાએ કરી જનેતાની...

Crime News: ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં એક અજીબ ઘટના બની છે. ઉત્તર પ્રદેશના નગીન દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરીએ જમીનની લાલચ રાખીને પત્ની સાથે મળી પોતાની જ માની કુલ્હાડી મારીને હત્યા કરી દીધી. મળતી વિગતો પ્રમાણે શનિવારે પોલીસ દ્વારા...
10:26 AM Jan 14, 2024 IST | VIMAL PRAJAPATI
Crime News

Crime News: ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં એક અજીબ ઘટના બની છે. ઉત્તર પ્રદેશના નગીન દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરીએ જમીનની લાલચ રાખીને પત્ની સાથે મળી પોતાની જ માની કુલ્હાડી મારીને હત્યા કરી દીધી. મળતી વિગતો પ્રમાણે શનિવારે પોલીસ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. પોલીસ જણાવ્યું હતું કે, આરોપી દીકરાને અને તેની પત્ની બન્નેની ધરપકડ કરી લેવામાં આવી છે. દીકરો ખુદ જ પોતાની જનેતાની હત્યા કરે તે માનું ધાવણ લજવે તેવી ઘટના છે.

દીરકાએ કરી પોતાની જ જનેતાની હત્યા

આ મામલે પોલીસ અધિકારી રામ અર્જે જણાવ્યું કે, ગુરૂવારે સાંજે નગીના દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના અજુપુરા રાણી ગામમાં પોતાના જ ઘરમાં દીકરાઓ તેની માતાની ધારદાર હથિયારના ઘા મારીના હત્યા કરી દીધી હતી.પોલીસ દ્વારા આ મામલે દાવો કરવામાં આવ્યો છે કે, પૂછપરછમાં મૃતકના પુત્ર દાનિશ અને તેની પત્નીએ હત્યના ગુનાની કબુલાત કરી લીધી છે. જેથી પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

વધુમાં પોલીસ જણાવ્યું કે, દાનિશના માતા ફિરોજા પોતાના નામે રહેલી 25 વિઘા જમીન તેની દીકરીઓને આપી દેવા માંગતી હતી. પરંતુ દીકરા અને વહુને તે પસંદ નહોતું. તેથી દીકરા દાનિશે જમીનની લાલચમાં આવીને પોતાની પત્ની ઉજમા સાથે મળીને કુલ્હાડી દ્વારા ગળા પર વાર કરીને ફિરોજાની હત્યા કરી દીધી હતી. પોલીસ આ ઘટનામાં વપરાયેલ કુલાડીને જપ્ત કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યારે આ મામલે પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે. જોકે, દીકરા અને તેની પત્ની બન્નેની તો પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: લાલ ચોક પર નાની બાળકીએ કાલાઘેલા અવાજ કર્યો ગાયત્રી મંત્રનો જાપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Crime NewsGujarati Newsnational newsuttar pradesh crimeUttar Pradesh news
Next Article