Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ત્રણ દેશોના ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ નીહાળશે

બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો 28 મેના રોજ અમદાવાદ આવશે. તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલ 2023ની ફાઈનલ મેચ નિહાળશે..આઇપીએલની ફાઇનલ પછી તેમની સાથે મળી એશિયા કપ 2023ને લઈને ભવિષ્યની કાર્યવાહી અંગે પણ ચર્ચા થશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ...
08:59 PM May 25, 2023 IST | Vishal Dave

બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો 28 મેના રોજ અમદાવાદ આવશે. તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલ 2023ની ફાઈનલ મેચ નિહાળશે..આઇપીએલની ફાઇનલ પછી તેમની સાથે મળી એશિયા કપ 2023ને લઈને ભવિષ્યની કાર્યવાહી અંગે પણ ચર્ચા થશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન ટુર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે, ત્યારે બીજી તરફ એશિયન ક્રિકેટ કાઉન્સિલ નવા યજમાનની શોધમાં છે. ACCના પ્રમુખ જય શાહે ગયા વર્ષે જ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.

 

 

BCCIના સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે IPL પછી એશિયા કપ 2023ના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. એશિયા કપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી. . તેમણે કહ્યું હતું કે તે તટસ્થ દેશમાં થઈ શકે છે. હવે આ મામલે જય શાહે એક નવું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે એશિયા કપને લઈને અંતિમ નિર્ણય આઈપીએલ 2023ની ફાઈનલ બાદ લેવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે અગાઉ, શ્રીલંકા ક્રિકેટ (SLC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ વર્ષની એશિયા કપ ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવામાં BCCIને ટેકો આપ્યો હતો.

Tags :
AhmedabadBoardcountriesCricketfinal matchIPLpresidents
Next Article