ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી, રાન્યા રાવ જેલમાં જ રહેશે
- આર્થિક અપરાધ કોર્ટે રાન્યા રાવની જામીન અરજી ફગાવી
- DRI એ રાન્યા રાવની જામીન અરજીનો વિરોધ કર્યો
- રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગના મોટા નેટવર્કનો ભાગ છે
Ranya Rao's bail application rejected : ગોલ્ડ સ્મગલિંગના કેસમાં કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવને હાલ જેલમાં રહેવું પડશે. શુક્રવારે (14 માર્ચ, 2025) ના રોજ, આર્થિક ગુના કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી.
હકીકતમાં, 3 માર્ચ, 2025 ના રોજ, 34 વર્ષીય રાન્યા રાવની દુબઈથી બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 14 કિલો સોનાની લગડીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સોનાની અંદાજિત કિંમત રૂ.12.56 કરોડ હોવાનું કહેવાય છે. તેની સાથે અન્ય એક આરોપી તરુણ કોંડુરુની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની જામીન અરજી પર શનિવારે બપોરે 3 વાગ્યે સુનાવણી થશે.
DRIનો આરોપ: ગોલ્ડ સ્મગલિંગમાં સક્રિય સંડોવણી
બુધવારે થયેલી કોર્ટની સુનાવણીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ રાન્યા રાવની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ડીઆરઆઈએ દલીલ કરી હતી કે રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગના મોટા નેટવર્કનો ભાગ છે. જામીન આપવાથી તપાસમાં અડચણ આવી શકે છે. તેણી પુરાવા સાથે ચેડા કરી શકે છે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો : Himachal Pradesh : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો, બદમાશોએ કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ , હાલત ગંભીર
રાન્યા રાવે કસ્ટોડિયલ દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો
અટકાયત દરમિયાન રાન્યા રાવે DRI અધિકારીઓ પર શાબ્દિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે જ્યારે તેણી કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં અચકાતી હતી, ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓએ બળજબરીથી સંમતિ વિના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. ડીઆરઆઈએ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તમામ પ્રક્રિયાઓ કાયદાકીય અને સન્માનજનક રીતે અપનાવવામાં આવી હતી.
વરિષ્ઠ IPS અધિકારી રામચંદ્ર રાવ સાથેના સંબંધોની તપાસ શરૂ
તમને જણાવી દઈએ કે, રાન્યા રાવ વરિષ્ઠ IPS ઓફિસર રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. રામચંદ્ર રાવ કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે. 11 માર્ચ, 2025 ના રોજ, કર્ણાટક સરકારે તેમની ભૂમિકાની તપાસ માટે અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાની નિમણૂક કરી.
તમને જણાવી દઈએ કે, રાન્યા રાવે એક વર્ષમાં 30 વખત દુબઈનો પ્રવાસ કર્યો, જેના કારણે ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ની નજર તેના પર પડી. તેણી દાણચોરી માટે પ્રતિ કિલોગ્રામ ₹1 લાખની ફી લેતી હતી, જેનાથી તેણીને પ્રતિ ટ્રીપ ₹13 લાખ સુધીની કમાણી થતી હતી. તેણીએ દાણચોરી દરમિયાન ખાસ મોડિફાઇડ જેકેટ અને કમર બેલ્ટનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે