કેજરીવાલની જેલમાં જ હત્યાનું કાવત્રું, ED દ્વારા કોર્ટમાં ખોટી માહિતી અપાઇ:AAP
નવી દિલ્હી : દિલ્હીના મંત્રી આતિશીએ દાવો કર્યો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ છેલ્લા 30 વર્ષોથી ડાયાબિટીસના દર્દી છે અને તેઓ પ્રતિદિવસ 54 યુનિટ ઇન્સ્યુલીન આપવામાં આવે છે. ઇડીના દાવાનો વિરોધ કરતા આતિશીએ સામે દાવો કર્યો કે, તેમને ઇરાદા પુર્વક ગળ્યું ખવડાવવામાં આવે છે. આતિશીએ દાવો કર્યો કે, કેજરીવાલ પોતાની ચામાં ખાંડનો ઉપયોગ નથી કરતા પરંતુ એરિથ્રીટ્રોલનો પ્રયોગ કરે છે જે લો કેલેરી હોવા ઉપરાંત તેમના ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇડીએ દાવો કર્યો કે, ડાયાબિટીસ હોવા છતા પણ તેઓ ખુબ જ મીઠી ચા પીવે છે. આતિશીએ કહ્યું કે, તેઓ પોતાની ચા માટે ઇરિથ્રિટોલનો ઉપયોગ કરે છે. ભાજપના લોકો ગુગલ કરીને જોઇ શકે છે. જે ડાયાબિટીસના દર્દીઓ ઉપયોગ કરે છે.
કેજરીવાલ બ્લડ સુગર લેવલ વધારી જામીન મેળવવા માંગે છે: ED
ઇડીએ દાવો કર્યો હતો કે, કેજરીવાલ પોતાનું બ્લડ સુગર લેવલ વધારવા માટે કેળા, ગળીખાંડ, કેરી જેવી વસ્તુઓ ખાઇ રહ્યા છે. જો કે આતિશીએ જણાવ્યું કે, ડાયાબિટીસ હોય તેવા કોઇ પણ દર્દી પોતાની સાથે કેળા અથવા તો ગળ્યા ફ્રૂટ અને ચોકલેટ પણ સાથે રાખવાની સલાહ આપે છે. ઘણી વખત સુગર લેવલ ઘટવાને કારણે દર્દીને આવી ગળી વસ્તુ ખવડાવવામાં આવે છે. જે કોર્ટના ઓર્ડરમાં પણ ઉલ્લેખ કરાયો છે કે, તેમની સાથે કેટલીક ચોકલેટ અને કેળા સાથે રાખવા દેવામાં આવે.
જેલતંત્ર દ્વારા કેજરીવાલને ઇન્સ્યુલીન નહી અપાતુ હોવાનો દાવો
ઇડીના દાવાને ફગાવતા આતિશીએ જણાવ્યું કે, આલુપુરીનો દાવો ઇડીનો સાવ વાહીયાત છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ તેઓએ આલુપુરી ખાધી હતી. કોર્ટમાં સબમીટ કરવામાં આવેલા ડાયેટ ચાટમાં પણ તે વસ્તુનો ઉલ્લેખ છે. દિલ્હીના મંત્રીએ દાવો કર્યો કે, હાલમાં પણ તેમનું બ્લડ સુગર લેવલ 300 સુધી પહોંચી ચુક્યું છે. તેમ છતા તિહાર જેલ તંત્ર દ્વારા તેમને હજી સુધી ઇન્સુલીન આપવામાં આવ્યું નથી.
કેજરીવાલની સારવાર પણ ધરપકડ બાદ અટકી ગઇ
1 ફેબ્રુઆરીથી કેજરીવાલ સ્પેશિયલ ઇન્સ્યુલીન રિવર્સલની સારવાર લઇ રહ્યા હતા જો કે તેઓની ધરપકડ બાદ આ સમગ્ર સારવાર અટકી ગઇ છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટર્સ સાથે વીડિયો મીટિંગની પરવાનગી માંગવામાં આવી હતી. જો કે પણ આપવામાં આવી નથી. ભાજપ ઇચ્છે છે કે, કેજરીવાલનું જેલમાં જ મોત થઇ જાય અને તેવા ઇરાદે જ તેમના ઘરે બનેલું ભોજન અટકાવી દેવામાં આવ્યું છે.
ઇડીએ શું દાવો કર્યો?
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇડીએ કોર્ટમાં દાવો કર્યો કે, કેજરીવાલ હાઇશુગર ભોજન આરોગી રહ્યા છે. તેઓ સતત કેરી, ગળી ચા અને કેળા જેવી વસ્તુઓ ખાઇને પોતાનું બ્લડ શુગર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેઓ બ્લડસુગરના ગ્રાઉન્ડ પર જામીન મેળવી શકે. તેઓ સતત ચા પીવાનો આગ્રહ રાખે છે. કેરી, કેળા અને વિવિધ મીઠાઇ પણ ખાય છે. આ ઉપરાંત પુરી, આલુપુરી, બટાકાનું શાક સહિત શુગર વધારી શકે તેવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખે છે.