Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Odisha Train Accident પર કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge એ આપ્યું આ નિવેદન

ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 લોકોના મોત થયાં છે. આ દુર્ઘટનાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ નિવેદન જાહેર...
odisha train accident પર કોંગ્રેસ અધ્યક્ષ mallikarjun kharge એ આપ્યું આ નિવેદન

ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 લોકોના મોત થયાં છે. આ દુર્ઘટનાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ નિવેદન જાહેર કરી કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોને પીડિતોને મદદ કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

તેમણે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ઓડિશા સર્જાયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાના એક રાષ્ટ્રીય આપદાથી ઓછી નથી. આ ઘડીમાં મેં કોંગ્રેસ પાર્ટી અને પુરા સંગઠનને શક્ય અને જરૂરી મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે. જુદા-જુદા રાજ્યોમાંથી કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં પહોંચી ગયા છે કે જલ્દી જ પહોંચવાના છે. હું ફરી એકવાર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અમારી પાસે વડાપ્રધાન અને રેલમંત્રીને પુછવા માટે અનેક પ્રશ્નો છે પણ તેઓ રાહ જોશે અત્યારે કામ તાત્કાલિક બચાવકાર્ય કરવાનું છે.

Advertisement

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકિય પક્ષોને હું આગળ આવવા મદદ કરવાનો અનુરોધ કરું છું. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મને તેમને અનેક સવાલો પુછવા છે આપણા મહાન પીએમ અને રેલમંત્રી તેમણે જવાબ આપવો પડશે કે આવું કેમ થઈ રહ્યું છે અને તેના માટે કોણ જવાબદાર છે પણ આજે આપણે પિડિતો લોકોને રાહત અને મદદ કરવાની છે.

આ પણ વાંચો : TRAIN ACCIDENT : વિપક્ષની રાજીનામાની માંગ પર રેલમંત્રી ASHWINI VAISHNAV એ કહ્યું, – હું એટલું જ કહીશ કે….

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.