ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MP Election: કોંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથ પાસેથી માંગ્યું રાજીનામું, નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાની સૂચના

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ દિલ્હી પહોંચેલા કમલનાથે મંગળવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ પણ મંગળવારે સાંજે 7.30 વાગ્યે દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ...
08:02 AM Dec 06, 2023 IST | Hiren Dave

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ દિલ્હી પહોંચેલા કમલનાથે મંગળવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ પણ મંગળવારે સાંજે 7.30 વાગ્યે દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા. આ દરમિયાન, પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા અને નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો. સૂત્રોનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ગમે ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી શકે છે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ કુલ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું અને ત્રણ અન્ય રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની સાથે રવિવારે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની હાર બાદ રવિવારે મીડિયા સાથે વાત કરતા કમલનાથે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશના મતદારોના જનાદેશને સ્વીકારીએ છીએ. અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું. કમલનાથે પણ ભાજપને તેની મોટી જીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે ભાજપ રાજ્યના લોકો પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવશે.

એમપી વિધાનસભા ચૂંટણી 2023 માં, ભાજપે 163 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 114 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જ્યારે ભાજપ 109 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. આ પછી કમલનાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પરંતુ પાર્ટીમાં બળવાને કારણે તેમની સરકાર 15 મહિનામાં જ પડી ગઈ હતી.

ધારાસભ્યો અને અધિકારીઓ સાથે ચૂંટણી પરિણામો પર મંથન કર્યું
તમને જણાવી દઈએ કે, કમલનાથે મંગળવારે ભોપાલમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે ચૂંટણી પરિણામો પર સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, ઉમેદવારો અને ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક અહેવાલ પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને ટૂંક સમયમાં તમામ ઉમેદવારો મને વિગતવાર અહેવાલ આપશે. અમે આ હારમાંથી બોધપાઠ લઈને ખામીઓ દૂર કરીને આજથી જ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છીએ. કોઈ હાર હિંમતને હરાવી શકતી નથી.

આપણે ઈવીએમ વિશે રડવાનું બંધ કરવું જોઈએ અને બીજેપીના માઈક્રો મેનેજમેન્ટને સમજવું જોઈએ.
બેઠકમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સંગઠનના હોદ્દેદારોને સલાહ આપતા કહ્યું કે, આપણે ઈવીએમ વિશે રડવાનું બંધ કરવું પડશે અને ભાજપનું માઈક્રો મેનેજમેન્ટ સમજવું પડશે. કમલનાથની હાજરીમાં મંગળવારે પ્રદેશ કાર્યાલયમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બુરહાનપુરથી ચૂંટણી હારી ગયેલા સુરેન્દ્ર સિંહ શેરા અને મનવરથી ધારાસભ્ય બનેલા ડો. હીરાલાલ અલાવાએ પાર્ટીની ખામીઓ દર્શાવી હતી. બેઠકમાં સર્વેને લઈને પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે ઘણા ઉમેદવારો પર ચૂંટણી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) તરફથી મદદ ન મળવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. એક ઉમેદવારે પ્રચારમાં મોટા નેતાઓનું સમર્થન ન મળવાની વાત પણ કરી હતી.

જેઓ નુકસાન પહોંચાડે છે તેમને દૂર કરો
સુરેન્દ્ર સિંહ ઉર્ફે શેરા ભૈયાએ બેફામપણે કહ્યું કે જે લોકો નુકસાન પહોંચાડે છે તેમને પહેલી તકે દૂર કરી દેવા જોઈએ પછી તે કોઈ વ્યક્તિ ગમે તેટલી પ્રિય કેમ ના હોય. તેમણે કહ્યું કે જેમણે પાર્ટીને હરાવ્યા હોય કે જે પદાધિકારીના બૂથમાં અમે હાર્યા હોય તેમને તરત જ પાર્ટીમાંથી દૂર કરી દેવા જોઈએ. શેરાએ આટલું કહેતાં જ મીટીંગ હોલમાં તાળીઓનો ગડગડાટ થયો હતો. તેમણે કહ્યું કે હું કંઈ કહેવા માંગતો નથી, પરંતુ મારી વિનંતી છે કે પાર્ટીએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

આ  પણ  વાંચો -‘ઈન્ડિયા’ ગઠબંધનમાં ગરબડ વચ્ચે રાહુલ ગાંધી ચાર દેશોની મુલાકાતે, ઉઠી રહ્યા છે સવાલો

Tags :
appoint new stateCongress high commanddemanded resignationInstructionsKamal NathMP Electionpresident
Next Article