Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Malviya ને પદથી હટાવવા કોંગ્રેસે કરી માંગ, કહ્યું ગંભીર છે આરોપ

Defamation Case: ભાજપના નેતા અને બીજેપીના આઈટી સેલના કન્વીનર અમિત માલવિયા(Amit Malviya)એ RSSના સભ્ય વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આરએસએસ કાર્યકર સંતનુ સિન્હાએ અમિત માલવિયા પર મહિલાઓના યૌન શોષણમાં...
amit malviya ને પદથી  હટાવવા કોંગ્રેસે કરી માંગ  કહ્યું ગંભીર છે આરોપ

Defamation Case: ભાજપના નેતા અને બીજેપીના આઈટી સેલના કન્વીનર અમિત માલવિયા(Amit Malviya)એ RSSના સભ્ય વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આરએસએસ કાર્યકર સંતનુ સિન્હાએ અમિત માલવિયા પર મહિલાઓના યૌન શોષણમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો જેના થોડા દિવસો બાદ સોમવારે બીજેપી આઈટી સેલના વડાએ માનહાનિની ​​ફરિયાદ નોંધાવી હતી સંતનુ સિંહા સામે 10 કરોડનો દાવો દાખલ કર્યો હતો. કાનૂની નોટિસમાં માલવિયાએ સિન્હાની "ખોટી અને અપમાનજનક પોસ્ટને સોશિયલ મીડિયા પરથી હટાવવાની માંગ કરી છે. આ મામલે કોંગ્રેસ વતી કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે યૌન શોષણના આરોપો બાદ તેમણે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.

Advertisement

અમિત માલવિયાની લીગલ ટીમે નોટિસ મોકલી છે

ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવિયાની કાનૂની ટીમે 8 જૂને RSS સભ્ય શાંતનુ સિન્હાને કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, "આરોપોની પ્રકૃતિ અત્યંત વાંધાજનક છે કારણ કે તે મારા ક્લાયન્ટ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા જાતીય શોષણના ખોટા આરોપો છે, જે મારા ક્લાયન્ટની ગરિમા માટે અત્યંત અપમાનજનક છે અને તેની છબીને નુકસાન પહોંચાડે છે.

Advertisement

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આરોપ RSSના એક નેતા શાંતનુ સિન્હા દ્વારા ભાજપના આઈટી વિભાગના વડા પર લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર સિન્હાએ માલવિયા પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. હાલમાં આ આરોપો પર માલવિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે પ્રેસ કોન્ફરન્સમાં અમિત માલવિયા પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવા જોઈએ. સુપ્રિયા શ્રીનેતે કહ્યું, સંઘ પરિવારના નેતા શાંતનુ સિન્હાએ બીજેપી આઈટી સેલના નેતા અમિત માલવિયા પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. શાંતનુ સિન્હાનું કહેવું છે કે અમિત માલવિયા બંગાળની ફાઈવ સ્ટાર હોટલ અને બીજેપી ઓફિસમાં મહિલાઓનું યૌન શોષણ કરે છે અને મહિલાઓને સપ્લાય કરવા માટે ભાજપના નેતાઓમાં હરીફાઈ છે.

Advertisement

આ પણ  વાંચો - ELECTION COMMISION : 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી, EC એ કરી જાહેરાત

આ પણ  વાંચો - Dinner Diplomacy : માલદીવના રાષ્ટ્રપતિ અને મોદી….!

આ પણ  વાંચો - ચાર્જ લેતાં જ PM MODIનો પહેલો ફેંસલો…..

Tags :
Advertisement

.