ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress : માધબી બુચના પગાર મુદ્દે વિવાદ, SEBI વડા પર કોંગ્રેસના સવાલો

માધબી પુરી બુચના પગાર મુદ્દે વધુ એક  વિવાદ પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો : પવન ખેડા   Congress : હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક...
01:22 PM Sep 02, 2024 IST | Hiren Dave

 

Congress : હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક આરોપ મૂક્યો છે. જેનો જવાબ કેન્દ્ર સરકાર આપે તેવી માગ પણ કરી છે. કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માધબી પુરી બુચ પર એક સાથે ત્રણ જગ્યાએથી પગાર મેળવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.

 

આ દેશમાં શતરંજની રમત રમાઈ રહી છે : પવન ખેડે

પવન ખેડેએ કહ્યું છે કે, આ દેશમાં શતરંજની રમત રમાઈ રહી છે. જેનો ખેલાડી કોણ છે, તેના પર અમે નિર્ણાયક રૂપે પહોંચી શક્યા નથી. પરંતુ અલગ-અલગ મોહરા છે. જેમાંથી એક મોહરૂ માધબી પુરી બુચ છે. પવન ખેડાએ આગળ કહ્યું કે, માધબી પુરી બુચ સેબીની સભ્ય હતી. ત્યારબાદ 2 માર્ચ, 2022માં તેને ચેરપર્સન બનાવવામાં આવી. જો કે, 2017થી 2024 દરમિયાન માધબી પુરી બુચ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી નિયમિત ધોરણે આવક મેળવી રહી હતી. વધુમાં ESOP પર લાગુ ટીડીએસ પણ બેન્ક ચૂકવી રહી હતી. જે વાસ્તવમાં નિયમનું ઉલ્લંઘન છે. બાદમાં 2019-20 દરમિયાન આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી મળતા પગારમાં સતત વધારો થાય છે.

આ પણ  વાંચો -5 કલાકની પૂછપરછ બાદ Amanatullah Khanની ધરપકડ

પગાર પેટે રૂ. 16.8 કરોડથી વધુની આવક

પવન ખેડા અનુસાર, શેર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન હોવા છતાં માધબીએ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી 2017-2024 દરમિયાન કુલ રૂ. 16.8 કરોડની નિયમિત આવક મેળવી છે. તેમજ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને સેબી પાસેથી પણ પગાર લઈ રહી હોવાનો દાવો કર્યો છે.

આ પણ  વાંચો -Train Cancelled: ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ ...

પવન ખેડાએ PM મોદીને પૂછ્યા આ સવાલો

પવન ખેડાએ આગળ કહ્યું કે, આઈસીઆઈસીઆઈના અનેક કેસ સેબીના હાથમાં છે. અને સેબી તેના પર નિર્ણય પણ લઈ રહી છે. તો આ શતરંજના ખેલાડી કોણ છે, અને તેને ડર પણ નથી કે, ક્યારે તો સત્ય બહાર આવશે જ. આ તમારુ નવુ ઈન્ડિયા છે, તો કોંગ્રેસ પણ નવી છે. તે ખુલાસા કરતી રહેશે.

Tags :
big announcement by congressCongresscongress big announcementindian national congressNew-DelhiPawan Khera
Next Article