Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MP Assembly Election : કોંગ્રેસનો જુઠ્ઠાણાનો ફુગ્ગો ફુટી ગયો, મોદીની ગેરંટી પર જનતાને ભરોસો: PM MODI

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપી દ્વારા તેજ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદી આજે પણ મધ્યપ્રદેશના પ્રવાસે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતનો અવાજ સંભળાઈ રહ્યો...
01:34 PM Nov 09, 2023 IST | Hiren Dave

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપી દ્વારા તેજ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદી આજે પણ મધ્યપ્રદેશના પ્રવાસે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતનો અવાજ સંભળાઈ રહ્યો છે અને કોંગ્રેસનો ફુગ્ગો ફુટી ગયો છે.

 

કોંગ્રેસનો જુઠ્ઠાણાનો ફુગ્ગો ફુટી ગયો :PM MODi

PM મોદીએ સભા સંબોધતા જણાવ્યું કે આ વખતે મધ્યપ્રદેશની ચૂંટણી ઘણી જ રસપ્રદ છે. મતદાનને આડે ઘણા દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે. થાકેલા- હારેલા કોંગ્રેસના નેતાઓ અહીં-ત્યાં દોડી રહ્યા છે અને માત્ર ઘોંઘાટ કરી રહ્યા છે. એમપીના વિકાસ માટે તેમની પાસે કોઈ રોડમેપ નથી.

 

મોદીની ગેરંટી પર ભરોસો:PM MODi

PM મોદીએ વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે મોદીની દરેક ગેરંટી પર મધ્યપ્રદેશની જનતાને ભરોસો છે. કોંગ્રેસના રાજમાં દરેક તરફ ભ્રષ્ટાચાર છે. હવે ઝડપી વિકાસનો સમય આવી ગયો છે. બીજેપી ગરીબોના સપના પુરા કરી રહી છે.

 

 

રામ મંદિર નિર્માણને લઇને ખુશીનો માહોલ :PM MODi

PM મોદીએ અયોધ્યા રામ મંદિર નિર્માણને લઇને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે અયોધ્યા રામ મંદિરને લઇને ચોમેર ચર્ચા થઇ રહી છે. ચારેય તરફ ખુશનું વાતાવરણ છે. હવે રોકાવવાનું નથી, થાકવાનું નથી અને આરામ કરવાનો તો સવાલ ઉભો જ થતો નથી. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

આ પણ  વાંચો-નીતિશ કુમારની ‘અભદ્ર વાણી’ પર ભડકી અમેરિકી સિંગર..! વાંચો અહેવાલ

 

Tags :
Madhya PradeshMadhya Pradesh Assembly ElectionMP ElectionNarendra Modipm modi
Next Article