Congress 6th Candidate List : કોંગ્રેસની છઠ્ઠી ઉમેદવાર યાદી જાહેર, આ નેતાઓને મળી ટિકિટ
Congress 6th Candidate List : લોકસભાની ચૂંટણી હવે ઘરઆંગણે આવીને ઊભી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોને લઈને યાદી જાહેર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા અત્યારે છઠ્ઠી યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ છઠ્ઠી યાદીમાં કોંગ્રેસ દ્વારા અત્યારે 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાજસ્થાનની ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે વાત કરવામાં આવે તો આ યાદીમાં તમિલનાડુની બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. રાજસ્થાન અને તમિલનાડુની બેઠકો પર પાંચ નામો જાહેર કર્યાં છે.
કોંગ્રેસે આ પાંચ બેઠકો પર નામ જાહેર કર્યાં
કોંગ્રેસની આ યાદીની વાત કરવામાં આવે તો રાજસ્થાનના કોટાથી પ્રહલાદ ગુંજાલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રહલાદ ગુંજલ અગાઉ ભાજપમાં સામેલ હતા. તેમનો મુકાબલો ભાજપના નેતા અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે થવાનો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રહલાદ ગુંજાલ કોંગ્રેસમાં જોડાયા છે. અજમેરથી રામચંદ્ર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે રાજસમંદથી સુદર્શન રાવત અને ભીલવાડાથી દામોદર ગુર્જરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે તમિલનાડુના તિરુનેલવેલીથી એડવોકેટ રોબર્ટ બ્રુસને ટિકિટ આપવામાં આવી છે
કોંગ્રેનની છઠ્ઠી ઉમેદવાર યાદી | |
01.રાજસ્થાન, અજમેર | રામચંદ્ર ચૌધરી |
02.રાજસ્થાન, રાજસમંદ | સુદર્શન રાવત |
03.રાજસ્થાન, ભીલવાડા | ડો.દામોદર ગુર્જર |
04.રાજસ્થાન, કોટા | પ્રહલાદ ગુંજાલ |
05.તમિલનાડુ, તિરુનેલવેલી | રોબર્ટ બ્રુસ |
ચૂંટણી પ્રચારમાં રાજકીય પાર્ટી જોતરાઈ
આ સાથે કોંગ્રેસે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. વિલાવનકોડ બેઠક પર ડો.થરહાઈ કુથબર્ટને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતમાં અત્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો ચૂંટણી પ્રચાર કરી છે. તેની સાથે સાથે રાજકીય પાર્ટી પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી રહીં છે.