Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અતીક-અશરફની હત્યા કરનાર ત્રણ આરોપીની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી

પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ ગુનેગારો, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ ત્રણેય આરોપીઓ યુપીના અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. સની હમીરપુર, અરુણ ઉર્ફે કાલિયા કાસગંજ અને લવલેશ તિવારી અતીક હત્યા કેસમાં સંડોવાયેલા બાંદા જિલ્લાના રહેવાસી છે. પકડાયેલ ત્રણેય...
અતીક અશરફની હત્યા કરનાર ત્રણ આરોપીની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી

પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ ગુનેગારો, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ ત્રણેય આરોપીઓ યુપીના અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. સની હમીરપુર, અરુણ ઉર્ફે કાલિયા કાસગંજ અને લવલેશ તિવારી અતીક હત્યા કેસમાં સંડોવાયેલા બાંદા જિલ્લાના રહેવાસી છે. પકડાયેલ ત્રણેય હત્યારાઓની સાથે બીજા બે પણ હત્યાના કાવતરામાં સામેલ હોવાનું જણાઈ રહ્યું છે. આ હત્યાને લઈને પહેલાથી જ તેનું કાવતરુ ઘડવામાં આવી ગયુ હોય તેવુ સામે આવી રહ્યું છે. ઝડપાયેલ આરોપી ગુનાહીત ભૂતકાળ ધરાવે છે. જાણો તેમના કાળાકામનો ઈતિહાસ.

Advertisement

સની સિંહ વિરુદ્ધ પહેલાથી જ 15થી વધુ કેસ
સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારા શહેરનો રહેવાસી છે. તે કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે, જેની હિસ્ટ્રી શીટ નંબર 281A છે. તેની સામે લગભગ 15થી વધુ કેસ નોંધાયેલા છે. તેના ભાઈ પિન્ટુએ જણાવ્યું કે આ શૂટર છેલ્લા 10 વર્ષથી તેના ઘરે આવ્યો નથી. સનીના પિતા જગત સિંહ અને માતાનું અવસાન થયું છે. સનીને ત્રણ ભાઈઓ હતા, જેમાંથી એકનું અવસાન થયું છે અને બીજો ભાઈ પિન્ટુ જે ચાની દુકાન ચલાવે છે. ભાઈએ જણાવ્યું કે તે આ રીતે ફરતો હતો અને નકામા કામો કરતો હતો. જેને લઈને તે તેનાથી અલગ રહે છે, શની બાળપણમાં ઘરેથી ભાગી ગયો હતો.

સન્ની સિંહ જિલ્લાના કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત રામલીલા મેદાન પાસેનો રહેવાસી છે. શહેરના લોકો તેને સની સિંહ ઉર્ફે પુરાણીના નામથી ઓળખે છે. તેના પર 15 કેસથી વધુ નોંધાયા છે અને તે 12 વર્ષથી ફરાર હતો.

Advertisement

અરુણ સામે પણ ઘણા કેસ
કાસગંજનો અરુણ ઉર્ફે કાલિયા પણ અતીક-અશરફ હત્યા કેસમાં સામેલ હતો. તે સોરોન પોલીસ સ્ટેશન વિસ્તારના બઘેલા પુખ્તાનો રહેવાસી છે. અરુણના પિતાનું નામ હીરાલાલ જણાવવામાં આવી રહ્યું છે. તે છ વર્ષથી બહાર રહેતો હતો. તેના માતા-પિતાનું લગભગ 15 વર્ષ પહેલા અવસાન થયું હતું.

લવલેશ અગાઉ જેલમાં જઈ ચૂક્યો છે
બાંદામાં લવલેશ તિવારીના ઘરનો પત્તો લાગ્યો છે. તે કોતવાલી શહેરના ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે તે શું કરે છે ક્યા જાય છે તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી. તે ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો. 5-6 દિવસ પહેલા જ બાંદા આવ્યો હતો. લવલેશ અગાઉ એક કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે.

Advertisement

પ્રયાગરાજની એક હોટલમાં રોકાયા હતા હત્યારાઓ
આ સાથે અતીકના હત્યારાઓની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. હત્યારાઓ યુપીના અલગ-અલગ જિલ્લામાંથી આવ્યા હતા તેથી તેઓએ પ્રયાગરાજમાં રહેવા માટે હોટલ લીધી હતી. તેણે 48 કલાક સુધી હોટલમાં પોતાનું ઠેકાણું બનાવ્યું હતું, પોલીસ હવે તે હોટલોની તપાસ કરી રહી છે જ્યાં તે રોકાયા હતા. ગુનાને અંજામ આપતી વખતે હત્યારા લટકાવેલી બેગ લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાઓનો સામાન હજુ પણ હોટલમાં હોવાની શક્યતા છે. પોલીસ આજે સવારથી હોટલ પર દરોડા પાડી રહી છે. તેમજ આ સાથે આ હત્યામાં બીજા બે આરોપી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પાંચેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવી છે.

આપણ  વાંચો- આ હત્યા નથી..વધ છે…અતીકે પણ આવું જ કર્યું હતું….

Tags :
Advertisement

.