CM Yogi : હવે વકફના નામે લૂંટ બંધ થશે...વકફ સુધારા બિલ પર CM યોગીનું ચોકવનારું નિવેદન
- વકફ સુધારા બિલ સીએમ યોગીનું નિવેદન
- વકફના નામે કોઈ મનમાની નહીં થાય :CM યોગી
- સરકાર આ દિશામાં નક્કર પગલાં લેશે
CM Yogi : વકફ સુધારા બિલ (Wakf Amendment Bill)લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું છે.ત્યારથી,બધા રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ આને એક સારું પગલું ગણાવી રહ્યું છે.આ બિલ અંગે સીએમ યોગીએ(CM Yogi) કહ્યું કે હવે કોઈ વક્ફ બોર્ડના નામે લૂંટ ચલાવી શકશે નહીં.આ મિલકતનો ઉપયોગ શાળા અને મેડિકલ કોલેજ બનાવવા માટે કરવામાં આવશે.
હવે આ લૂંટ બંધ થશે
સંસદમાં પસાર થયેલા વકફ સુધારા બિલ પર, યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હવે કોઈ વકફ બોર્ડના નામે જમીન(Land Grabbing) લૂંટી શકશે નહીં. સીએફ બોર્ડના નામે વર્ષોથી લૂંટફાટ ચાલી રહી હતી,હવે આ લૂંટ બંધ થશે. જાહેર મિલકત અને મહેસૂલ જમીનનો ઉપયોગ હવે શાળાઓ,કોલેજો,હોસ્પિટલો અથવા ગરીબો માટે આવાસ બનાવવા માટે કરવામાં આવશે.
#WATCH | Maharajganj, UP | On the Waqf Amendment Bill passed in Parliament, UP CM Yogi Adityanath says, "... Now, no one can rob lands in the name of the Waqf Board... Public property and revenue lands will now be used to build schools, colleges, hospitals, or housing for the… pic.twitter.com/8CLNMS4bZV
— ANI (@ANI) April 5, 2025
આ પણ વાંચો -PM Modi Sri Lanka : ભારત અને શ્રીલંકાની મિત્રતા મજબૂત થઇ, સંરક્ષણ-ટેકનોલોજી સહિત 7 કરારો પર લાગી મહોર
કેટલાક લોકો માટે લૂંટનું સાધન બની ગયું હતું
તેમણે કહ્યું કે હું આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું, કારણ કે ઉત્તર પ્રદેશમાં પણ વક્ફ બોર્ડના નામે લાખો એકર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. આ કેટલાક લોકો માટે લૂંટનું સાધન બની ગયું હતું. હવે આ લૂંટ પર રોક લાગશે.
આ પણ વાંચો -waqf bill : વક્ફ બિલ પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મોટુ નિવેદન
વકફના નામે કોઈ મનમાની નહીં થાય : સીએમ યોગી
CM Yogi યોગીએ કહ્યું કે હવે વકફના નામે કોઈ પણ પ્રકારની મનમાની ચાલવા દેવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધી વકફથી સમાજને કોઈ ફાયદો થયો નથી પરંતુ હવે સરકાર આ દિશામાં નક્કર પગલાં લેશે. મહારાજગંજ જિલ્લાના રતનપુરમાં 654 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
વિપક્ષ બિલ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે
વકફ બોર્ડ સુધારા બિલ, 2024 લોકસભા પછી રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ પર સંસદમાં 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ, ત્યારબાદ તેને પસાર કરવામાં આવ્યું. લોકસભામાં બિલના પક્ષમાં 288 મત પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. રાજ્યસભામાં વક્ફ બિલના પક્ષમાં ૧૨૮ અને વિરોધમાં ૯૫ મત પડ્યા.કોંગ્રેસ આ બિલ અંગે સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહી છે અને આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વકફ પછી સરકારની નજર હવે ચર્ચની જમીનો પર છે. આ બધા નિવેદનો વચ્ચે, સીએમ યોગીનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.