Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya રામ મંદિર બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ભક્તો વચ્ચે ઘર્ષણ

Ayodhya : અયોધ્યા (Ayodhya)માં 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Mandir)ના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે ભક્તોએ પણ અત્યારથી આવવાનું શરૂ કરી દેતા ભારે ભીડ જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓએ પણ આજે રામમંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ભારે...
ayodhya રામ મંદિર બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ભક્તો વચ્ચે  ઘર્ષણ

Ayodhya : અયોધ્યા (Ayodhya)માં 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Mandir)ના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે ભક્તોએ પણ અત્યારથી આવવાનું શરૂ કરી દેતા ભારે ભીડ જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓએ પણ આજે રામમંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ભારે હંગામો થયો છે. કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી થતા મારામારી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે

Advertisement

મંદિરમાં પ્રવેશતી વખેત કોંગ્રેસે ઝંડો લહેરાવતા વિવાદ

Advertisement

મળતા અહેવાલો મુજબ મંદિરમાં પ્રવેશ કરતી વખતે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં કોંગ્રેસનો ઝંડો છીનવી લેવાયો હતો. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રવેશ કરતી વખતે હંગામો થયો હતો. કોંગ્રેસે ઝંડો લહેરાવ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. એવો આક્ષેપ છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓએ મંદિરમાં પ્રવેશતા જ ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો કેટલાક લોકોએ વિરોધ કર્યા બાદ બબાલ શરૂ થઈ. અગાઉ મકર સંક્રાંતિએ કોંગ્રેસની ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ નેતાઓએ અયોધ્યામાં રામલલાને દ્વારે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્નાન પણ કર્યું હતું.

Advertisement

કોંગ્રેસ હાઈકમાન્ડનો સમારોહ જવાનો ઈન્કાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનો બુધવારે ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસે સમારોહ ભાજપનો ઈવેન્ટ અને રાજકીય પ્રોજેક્ટ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે, આ વ્યક્તિગત મામલો છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે પણ ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન પાછળના હેતુ પર સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો - Ram Mandir :કોણ છે લક્ષ્મીકાંત દીક્ષિત,જે કરાવશે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.