Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Citizenship Amendment Act: જાણો નોટીફિકેશન,ઓનલાઈન પ્રક્રિયા સહિત CAA Act ની તમામ માહિતી

Citizenship Amendment Act : નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન (Citizenship Amendment Act) અધિનિયમ 2019'ના નિયમો લોકસભા ચૂંટણીના ઘણા સમય પહેલા જાહેર...
10:17 AM Jan 03, 2024 IST | Hiren Dave
PM Modi-AmitShah

Citizenship Amendment Act : નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન (Citizenship Amendment Act) અધિનિયમ 2019'ના નિયમો લોકસભા ચૂંટણીના ઘણા સમય પહેલા જાહેર કરવામાં આવશે. અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં CAAના નિયમો જારી કરવા જઈ રહી છે. એકવાર નિયમો જારી થયા પછી, કાયદો લાગુ કરી શકાય છે, જેથી પાત્ર લોકોને ભારતીય નાગરિકતા આપી શકાય. ચાર વર્ષથી વધુ સમયના વિલંબ બાદ હવે CAAના અમલ માટે નિયમો જરૂરી છે.

નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે?

ચર્ચા દરમિયાન, વરિષ્ઠ સરકારી અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે,શું તે પહેલાં CAAને (Citizenship Amendment Act) સૂચિત કરવામાં આવશે. આના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે.


સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે

(Citizenship Amendment Act) સરકારી અધિકારીએ વધુમાં કહ્યું કે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

કાયદો 2019માં પસાર થયો હતો

વાસ્તવમાં, આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે CAA ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. (Citizenship Amendment Act) કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

અમિત શાહે આપ્યું મોટું નિવેદન

27 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે (Citizenship Amendment Act)  CAAના અમલને કોઈ રોકી શકશે નહીં. આ દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

CAA લાગુ કરવા માટે ભાજપની પ્રતિબદ્ધતા

કોલકાતામાં પાર્ટીની બેઠકને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે CAA લાગુ કરવાની ભાજપની પ્રતિબદ્ધતા છે. વાસ્તવમાં, મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી CAA (Citizenship Amendment Act) નો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં CAA લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

 

આ પણ વાંચો -એક તરફ JMM ની મહત્ત્વની બેઠક, બીજી તરફ CM સોરેનના સંબંધીઓને ત્યાં ED ના દરોડા

 

Tags :
BJPCAA-ActElection 2024loksabha election 2024parliament-election-2024
Next Article