Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandrayaan 3 :પ્રજ્ઞાન રોવર શિવશક્તિ પોઇન્ટ પર ચંદ્રના રહસ્યો શોધવામાં વ્યસ્ત,ISROએ શેર કર્યો નવો video

ISROના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં વિક્રમ લેન્ડરને લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની ગયો છે.  તેની 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. સ્પેસ એજન્સીએ શનિવારે વધુ...
06:30 PM Aug 26, 2023 IST | Hiren Dave

ISROના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં વિક્રમ લેન્ડરને લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની ગયો છે.  તેની 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. સ્પેસ એજન્સીએ શનિવારે વધુ એક નવો વીડિયો શેર કર્યો છે, ઈસરોએ ગઈકાલે તેનો પ્રથમ વીડિયો શેર કર્યા બાદ આજે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતાં ઈસરોએ કેપ્શનમાં લખ્યું કે, "પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યો શોધવા માટે શિવશક્તિ પોઇન્ટ પાસે ફરી રહ્યું છે.

 

વીડિયો જાહેર કરતાં ઈસરોએ લખ્યું, “પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યોની શોધમાં શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યું છે. ISROએ જાહેર કરેલો વીડિયો 40 સેકન્ડનો છે. જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે જે જગ્યાએ ચંદ્રયાન-3 લેન્ડ થયું તેને ‘શિવશક્તિ’ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં લેન્ડ થયું તેને ‘તિરંગા’ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી જાહેરાત કરી કે 23 ઓગસ્ટને હવે દર વર્ષે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

શિવશક્તિ પોઇન્ટ

PM મોદીએ આજે ઈસરો, બેંગલુરુ ખાતે મિશન પર કામ કરનાર સાયન્ટિસ્ટની મુલાકાત લીધા બાદ ચંદ્ર પર તે સ્થાનનું નામકરણ પણ જાહેર કર્યું જ્યાં લેન્ડર વિક્રમ ઉતર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, મૂન લેન્ડરનું સ્થાન 'શિવશક્તિ' તરીકે ઓળખાશે. તેમણે કહ્યું કે, આજે જ્યારે શિવની વાત છે તો શુભમ હોય છે અને શક્તિની વાત છે તો મારા દેશની નારી શક્તિની વાત થાય છે. જ્યારે શિવની વાત આવે છે ત્યારે હિમાલય મનમાં આવે છે અને જ્યારે શક્તિની વાત આવે છે, ત્યારે કન્યાકુમારી ધ્યાનમાં આવે છે. આ લાગણીને હિમાલયથી કન્યાકુમારી સુધીના બિંદુમાં પ્રતિબિંબિત કરવા માટે, તેને શિવશક્તિ નામ આપવામાં આવ્યું છે.

 

14 દિવસ પછી રોવર પ્રજ્ઞાન અને લેન્ડરનું શું થશે?
ચંદ્રયાન-3 મિશનમાં માત્ર 14 દિવસની યોજના બનાવવામાં આવી છે. જ્યાં સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દિવસ છે ત્યાં સુધી લેન્ડર અને રોવર બંને પોતાના માટે ઊર્જા ઉત્પન્ન કરવાનું ચાલુ રાખશે અને કામ કરવાનું ચાલુ રાખશે. આ બંને ચંદ્રની તે બાજુ અંધારું થયા પછી નિષ્ક્રિય થઈ જશે. જો કે, 14 દિવસની રાત્રિ બાદ ફરી દિવસ આવશે, તે પછી જોવાનું રહેશે કે તેઓ ફરીથી કામ શરૂ કરી શકશે કે નહીં. જો લેન્ડર અને રોવર ફરી સક્રિય થશે તો તે ઈસરોની બીજી મોટી ઉપલબ્ધિ હશે. જો કે આટલા ઓછા તાપમાનમાં બંને માટે સુરક્ષિત રહેવું ખૂબ જ પડકારજનક છે.

આ પણ  વાંચો-CHANDRAYAAN-3 :14 દિવસ પછી રોવર પ્રજ્ઞાન અને લેન્ડરનું શું થશે?

Next Article