Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CBI ની સાત શહેરોમાં રેડ! 41,000 ખાતામાંથી થઈ 820 કરોડની હેરાફેરી

CBI: સીબીઆઈને યૂકો બેંકના માધ્યમથી આશરે 820 કરોડની કથિત હેરાફેરી મામલે ગુરુવારે રાજસ્થાન અને મહારાષ્ટ્રની 67 જગ્યાઓ પર રેડ પાડી હતી. આ સમગ્ર મામલો IMPS એટલે કે તાત્કાલિક ચુકવણી સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો દ્વારા છેતરપિંડી સાથે સંબંધિત છે. આ...
cbi ની સાત શહેરોમાં રેડ  41 000 ખાતામાંથી થઈ 820 કરોડની હેરાફેરી

CBI: સીબીઆઈને યૂકો બેંકના માધ્યમથી આશરે 820 કરોડની કથિત હેરાફેરી મામલે ગુરુવારે રાજસ્થાન અને મહારાષ્ટ્રની 67 જગ્યાઓ પર રેડ પાડી હતી. આ સમગ્ર મામલો IMPS એટલે કે તાત્કાલિક ચુકવણી સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો દ્વારા છેતરપિંડી સાથે સંબંધિત છે. આ અંગેની ફરિયાદ ગત વર્ષે યુકો બેંક દ્વારા જ સીબીઆઈને આપવામાં આવી હતી, જેના આધારે સીબીઆઈની વિવિધ ટીમોએ આજે ​​દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સીબીઆઈની ટીમો જોધપુર સહિત રાજસ્થાનના વિવિધ શહેરોમાં પહોંચી અને દરોડા પાડવામાં આવ્યા.

Advertisement

41,000 ખાતાઓમાં શંકાસ્પદ નાણાં ટ્રાન્સફર થયા

આ કેસની વાત કરવામાં આવે તો, UCO બેંકનો આરોપ છે કે 10 નવેમ્બર 2023 થી 13 નવેમ્બર 2023 વચ્ચેના ચાર દિવસ દરમિયાન 7 અલગ અલગ ખાનગી બેંકોના 14 હજાર 600 ખાતાઓમાંથી UCO બેંકના 41,000 ખાતાઓમાં શંકાસ્પદ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ વ્યવહારો દ્વારા યુકો બેંકના ખાતામાં 820 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેવી વિગતો સામે આવી છે, જેની સીબીઆઈને જાણ કરવામાં આવી અને સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

યૂકો બેંકે આપી હતી સીબીઆઈને વિગતો

સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વાત કરીએ તો, ‘સાત ખાનગી બેંકોના આશરે 14,600 ખાતાધારકો પાસેથી શરૂ કરાયેલ IMPS ઇનવર્ડ વ્યવહારો 41,000 UCO બેંક ખાતાધારકોના ખાતામાં ખોટી રીતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. પરિણામે, મૂળ બેંકોમાંથી વાસ્તવિક ડેબિટ કર્યા વિના UCO બેંક ખાતામાં રૂ. 820 કરોડ જમા થયા હતાં’.

Advertisement

સીબીઆઈ દ્વારા અનેક જગ્યાએ પાડવામાં આવી રેડ

આ સ્થાનોની વાત કરવામાં આવે તો, રાજસ્થાનના જોધપુર, જયપુર, જાલોર, નાગોર, ફલોદીમાં રેડ પાડવામાં આવી હતી. જ્યારે મહારાષ્ટ્રના પુણે સહિત અનેક શહેરમાં સીબીઆઈની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સીબીઆઈની 40 ટીમો દ્વારા રાજસ્થાન પોલીસના 120 થી 330 પોલીસકર્મીઓ અને 80 ખાનગી સાક્ષીઓની સાથે રેડ પાડવામાં આવી હતી. સીબીઆઈના જણાવ્યું પ્રમાણે, આ ઓપરેશન્સ દરમિયાન, UCO બેંક અને IDFC સાથે જોડાયેલા અંદાજે 130 ગુનાહિત દસ્તાવેજો તેમજ 43 ડિજિટલ ઉપકરણો ફોરેન્સિક વિશ્લેષણ માટે જપ્ત કરવામાં આવ્યા હતા. તેનાથી વધુ વિગતો વાત કરવામાં આવે તો, 30 શંકાસ્પદ લોકો પણ ઘટનાસ્થળે મળી આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: PUBG Mobile : દેશના કરોડો ગેમર્સ માટે માઠા સમાચાર, ભારતમાં ફરી Banned થશે BGMI ગેમ!
આ પણ વાંચો: Jaunpur માં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાહુબલી ધનંજય સિંહની પત્ની વિરુદ્ધ લડ્યા હતા ચૂંટણી…
આ પણ વાંચો: Delhi : તો શું તમે પણ નથી ખાતા નકલી દવાઓ?, ગાઝિયાબાદમાંથી નકલી દવાઓ બનાવતી ગેંગનો પર્દાફાશ…  
Advertisement
Tags :
Advertisement

.