Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હિંસા મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

West Bengal: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હિંસાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને TMC નેતા પર મહિલાઓનો દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હિંસા મામલે ભાજપ-TMC વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ કેસમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે અરજી કરી...
west bengal  પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હિંસા મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

West Bengal: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હિંસાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને TMC નેતા પર મહિલાઓનો દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હિંસા મામલે ભાજપ-TMC વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ કેસમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે અરજી કરી હતી. આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસા કેમમાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવાની છે.

Advertisement

પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલી કેસમાં આરોપી ટીએમસી નેતાઓ વિરુદ્ધ ગેંગરેપના આરોપમાં કેસ નોંધ્યો હતો. પોલીસે ટીએમસી નેતા ઉત્તમ સરદાર, શિબાપ્રસાદ હઝરા ઉર્ફે શિબુ હઝરા વિરુદ્ધ આઈપીસીની કલમ 376 ડી પણ ઉમેરી છે. બંને ટીએમસી નેતા એસકે શાહજહાંના નજીકના સહયોગી છે. તમને જણાવી દઈએ કે શિબુ હજારાની પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી લીધી હતી.

સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો

થોડા દિવસ પહેલા ગામની મહિલાઓએ લેખિતમાં આપેલી ફરિયાદના આધારે સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ મહિલાઓએ કરેલ ફરિયાદના આધારે આરોપીઓ સામે આઈપીસીની કમલ 354 અંતરગત છેડતીનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ઉત્તમ સરદારની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપી શિબુ હઝરા હજુ ફરાર છે. બાદમાં કોર્ટમાં કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

Advertisement

મહિલાએ ગેંગરેપનો પણ આરોપ લગાવ્યો હતો

સુત્રો દ્વારા મળતી વિગતો મળતી ફરિયાદ દરમિયાન પીડિયાએ દાવો કર્યો હતો કે, તેમની સાથે ના તો માત્ર છેડતી થઈ પરંતું ગેંગરેપ પણ કરવામાં આવ્યો હતો. પીડિયાના આ નિવેદન બાદ કોર્ટે સ્થાનિક પોલીસને ગેંગરેપની કલમ જોડવાનો આદેશ કર્યો હતો. સ્થાનિક કોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ પોલીસે ટીએમસીના નેતાઓ શિબુ હઝરા અને ઉત્તમ સરદાર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કલમ 376D ઉમેરી છે.

આ પણ વાંચો: KamalNath: ‘કમલનાથે કહ્યું- હું કોંગ્રેસી હતો, છું અને રહીશ; જીતુ પટવારીએ કર્યો દાવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.