Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુવેન્દુને વિધાનસભામાંથી કાઢી શકશો, જનતાના દિલમાંથી નહીં: શાહ

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ભાજપે અત્યારથી જ 2024ના ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. આ જ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે કોલકાતા પહોંચ્યા હતા. અમિત શાહે કોલકાતાના ધર્મતલામાં એક...
05:58 PM Nov 29, 2023 IST | Hiren Dave

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ભાજપે અત્યારથી જ 2024ના ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. આ જ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે કોલકાતા પહોંચ્યા હતા. અમિત શાહે કોલકાતાના ધર્મતલામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે રાજ્યની રાજધાનીમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

પ્રતિવાદ રેલીમાં ગરજ્યા અમિત શાહ

ભાજપે અમિત શાહની રેલીને ‘પ્રતિવાદ સભા’ એવું નામ આપ્યું છે અને ‘કોલકાતા ચલો’ના નારા સાથે રેલીનું આયોજન કર્યું છે. રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું છે કે, ‘આપણે 2024માં ન માત્ર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીશું પરંતુ પશ્ચિમ બંગાળમાં પણ સરકાર બનાવીશું.

 

 

સુવેન્દુને વિધાનસભામાંથી કાઢી શકશો, જનતાના દિલમાંથી નહીં: શાહ

જણાવી દઈએ કે, બુધવારે અમિત શાહે એ જ મેદાનમાં કોલકાતાની રેલી કરી હતી જ્યાં સોહરાવર્દીએ ‘ડાયરેક્ટ એક્શન ડે’નું આહ્વાન કર્યું હતું. અમિત શાહે કહ્યું કે આ મેદાન મારા માટે ખૂબ જ લકી છે. બંગાળમાં આગામી સરકાર ભાજપની બનશે. તમે 77 બેઠકો આપી છે અને તાજેતરમાં જ મમતા દીદીએ સુવેન્દુ અધિકારીને વિધાનસભામાંથી કાઢી મૂક્યા છે. સાંભળો દીદી, તમે સુવેન્દુને વિધાનસભામાંથી કાઢી શકો, પણ લોકોના દિલમાંથી નહીં.

 

તૃણમૂલ કોંગ્રેસે કર્યું બંગાળને બરબાદ

શાહે રેલીમાં સવાલ કર્યો હતો કે કહો તો શું અહી ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? પીએમ મોદી બંગાળને કરોડોનું ફંડ મોકલે છે પરંતુ ટીએમસી તે પૈસા ખાઈ જાય છે. ટીએમસીએ બંગાળને બરબાદ કરી નાખ્યું છે. બંગાળમાં રાજકીય હિંસા સૌથી વધુ થાય છે. ઘૂસણખોરી મુખ્ય મુદ્દો છે. મમતા તેને નથી રોકી શકતા. જે ક્યારેક બંગાળમાં રવીન્દ્ર સંગીત સાંભળતા હતા ત્યાં હવે બોમ્બ બ્લાસ્ટના ધડાકા સંભળાય છે. હું ગુજરાતથી છું પરંતુ મારા રાજ્યમાં કોઈ નેતાના ઘરેથી નોટોના બંડલ નથી મળ્યા.

 

CAA લાગુ કરશે ભાજપ: અમિત શાહ

મમતા બેનરજી પોતાના અન્ય ગઠબંધન દળો સાથે અયોધ્યા રામ મંદિરને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. હું તમને આશ્વાસન આપું છું કે CAA દેશનો કાયદો છે અને આ પ્લેટફોર્મ પરથી જાહેરાત કરું છું કે CAA ચોક્કસ લાગુ કરવામાં આવસઘે. CAA દેશનો કાયદો છે અને ભાજપ તેને અમલી બનાવશે. જોકે, શાહે CAAના અમલીકરણના સમય અંગે કોઈ જાહેરાત નથી કરી.

 

તેમણે સીએમ મમતાને પડકારતાં કહ્યું કે, 'હું મમતા બેનર્જીને પડકાર ફેંકું છું કે તેઓ તેમના ધરપકડ કરાયેલા TMC નેતાઓ અને મંત્રીઓને સસ્પેન્ડ કરે. તેઓ સતત દુર્ગાના નામનો જાપ કરી રહ્યા છે જેથી તેના ધરપકડ કરાયેલા મંત્રીઓ/નેતાઓ તેના ભત્રીજા વિશે ખોટી વાતો ન ફેલાવી શકે. મમતા બેનર્જી, તમારે તમારા તમામ પ્રયાસો કરી લો, ગત ચૂંટણી તમે ગેરકાયદેસર રીતે જીતી હતી પરંતુ 2026માં અમે રાજ્યમાં સરકાર બનાવીશું. અમે બંગાળને સોનાર બાંગ્લા બનાવીશું અને આ માત્ર ભાજપ જ કરી શકે છે.

આ  પણ  વાંચો -મોદી સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય,હવે ગરીબોને વધુ 5 વર્ષ મળશે મફત અનાજ

 

Tags :
caa westbengalkolkata rallyMamata Banerjeeminister amitshahSpeechTMCunion homeWest Bengal
Next Article