Accident: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત! 3 ના મોત, 50 ઘાયલ
- આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર થયો અકસ્માત
- અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 50 લોકો ઘાયલ
- અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં ખસેડાયા
Accident: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને ગમખ્વાર અકસ્મત (Accident) સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની યુપી રોડવેઝની બસ સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચી છે.
Gujarati શ્રદ્ધાળુઓની બસને UttarPradesh માં અકસ્માત | Gujarat First@CMOGuj @myogiadityanath #GujaratiPilgrimsAccident #AgraLucknowExpressway #BusCrash #AyodhyaToMathuraAccident #AccidentInUttarPradesh #RoadCollision #InjuredPilgrims #GujaratiVictims #GujaratFirst pic.twitter.com/HAhQOQJ6Fc
— Gujarat First (@GujaratFirst) November 8, 2024
આ પણ વાંચો: બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
2 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી
મળતી જાણકારી પ્રમાણે અત્યારે હજી 2 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. બસ અકસ્માત (Accident)માં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ લોકો કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં પ્રભુ રામના દર્શન કરી મથુરા વૃંદાવન જઇ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ તમામ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. અત્યારે ઘાયલોની સારવાર ચાલી રહીં છે.
આ પણ વાંચો: CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!
અકસ્માતમાં આટલા લોકોને થઈ છે ઇજાઓ
ઇજાગ્રસ્તોમાં 68 વર્ષીય તારાબેન, 69 વર્ષીય પરાફૂલ, 63 વર્ષીય વિલાસ પાન, 62 વર્ષીય સીતારામ, 55 વર્ષીય સુરેન્દ્રબેન, 60 વર્ષીય દૌવા, 74 વર્ષીય મધુબેન, 45 વર્ષીય હિરેન્દ્રસિંહ, 44 વર્ષીય બંધનહેરા, 61 વર્ષના પીરભા, 74 વર્ષના નાથાભાઈ, 60 જયાબેન, 61 લીલાબેન, 35 વર્ષની સુમિતા, 60 વર્ષની દુર્ગાબેન, 54 વર્ષની મહરિયા, 63 વર્ષની હર્ષાબેન, 37 વર્ષની વિજય ત્રિવેદી, 37 વર્ષની કલ્પના, 22 વર્ષની પટલવી પણ સામે આવેલી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં 60 વર્ષીય સરિતાબેન, 54 વર્ષીય ઉષાબેન, 72 વર્ષીય નમીનભાઈ, 30 વર્ષીય રેવણવાસ, 27 વર્ષીય કાલુ, 32 વર્ષીય બાબરલા, 23 વર્ષીય દુલેશ્વર, 41 વર્ષીય દુર્ગેશસિંહ રણૌત, 60 વર્ષીય હંસાબેન, 61 વર્ષીય હરસિત, 60 વર્ષીય લલ્લન, 45 વર્ષીય માર્ગી પટેલ, 81 વર્ષીય કાંતિ લાલ, 72 વર્ષીય ખમીબેન, 44 વર્ષીય આશા, 18 વર્ષીય મુસ્કાન, 18 વર્ષીય ખુશ્બુ, 47 વર્ષીય હર્ષ ભાઈ, 37 વર્ષીય પ્રગ્નેશ, 40 વર્ષીય હસમતીબેન મોદી અને 55 વર્ષીય કાંતાબેનનું નામ સામેલ છે.
આ પણ વાંચો: Ahmedabad : વાહનચાલકો માટે ખાસ સૂચના! આવતીકાલથી આ રૂટ થશે બંધ, વાંચો સમગ્ર અહેવાલ