યૌન શોષણ મામલે Brijbhushan Singh ને મળ્યા વચગાળાના જામીન
મહિલા રેસલર્સ સાથે યૌન શોષણના કેસમાં ભાજપના સાંસદ Brijbhushan Singh ને વચગાળાના જામીન મળ્યા છે. દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટ દ્વારા સમન્સ જાહેર કર્યાં બાદ મંગળવારે બ્રિજભૂષણને હાજર કરાયા હતા. સુનવણી શરૂ થયાની થોડીવાર બાદ જ વચગાળના જામીન પર નિર્ણય આવી ચુક્યો છે. કોર્ટે આ મામલે બ્રિજભૂષણ શરણ સિંહ અને સહઆરોપી વિનોદ તોમરને બે દિવસ માટે રાહત આપી છે.
બે દિવસ વચગાળાના જામીન મંજુર
રાઉજ એવેન્યૂ કોર્ટે આ જામીન 25 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર મળી છે. હવે કોર્ટ 20 જુલાઈને બપોરે 12.30 વાગ્યે આ કેસની સુનવણી કરશે. જેમાં નિયમિત જામીન અરજી પર સુનવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોર્ટમાં રજુ થતાં પહેલા કોર્ટમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બ્રિજભુષણ સિંહ તરફથી વકિલ એપી સિંહ, રાજીવ મોહને દલીલ આપી જ્યારે દિલ્હી પોલીસ તરફથી અતુલ શ્રીવાસ્તવે પક્ષ રાખ્યો.
શું કહ્યું બ્રિજભૂષણ સિંહના વકિલે?
સુનવણી દરમિયાન બ્રિજભૂષણના વકિલ રાજીવ મોહને કહ્યું કે, દિલ્હી પોલીસે ધરપકડ વિના આ મામલે ચાર્ડશીટ દાખલ કરી છે. જે કલમો લગાવવામાં આવી છે તેમાં કોઈમાં પણ 5 વર્ષથી વધારે સજાની જોગવાઈ નથી. બ્રિજભૂષણના વકિલે દાવો કર્યો કે, અમને આજે જ ચાર્જશીટ મળી રહી છે. અમે આને લીક નહી કરીએ અને અન્ય લોકો પણ પત્રકારોમાં લીકના કરે.
- વકિલની અપીલ બાદ જજે કહ્યું કે, તમે આ કેમેરા પ્રોસિડિંગ માટે હાઈકોર્ટ અપ્રોચ કરો. દિલ્હી પોલીસે જામીન આપવાનો વિરોધ કર્યો અને કહ્યું કે આવું થવા પર તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
ગત મહિને ચાર્જશીટ દાખલ કરી હતી
દિલ્હી પોલીસે ગત મહિને જ આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. લગભગ દોઢ હજાર પાનાની ચાર્જશીટમાં બ્રિજભૂષણ સિંહ પર ગંભીર આરોપો લગાવાયા હતા. જે બાદ 6 જુલાઈએ કોર્ટે બ્રિજભુષણ સિંહને હાજર થવા સમન્સ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસે પોતાની ચાર્જશીટમાં લગભગ 6 મહિલા પહેલવાનોના આધાર પર બ્રિજભૂષણ સિંહ પર આરોપો નક્કી કર્યાં હતા. પોલીસે બ્રિજભૂષણ પર કલમ 354, 354-A, 354 D હેઠળ કેસ નોંધ્યો હતો. જ્યારે સહઆરોપી વિનોદ તોમર વિરૂદ્ધ IPC ની કલમ 109, 354, 354 (A), 506 હેઠળ આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચો : માનહાનિ કેસમાં RAHUL GANDHI ની અરજી પર 21 જુલાઈના રોજ થશે સુનવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.