Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bombay High Court: એ હદે યૌન શોષણ કરાયું કે, યુવતી નિમ્ફોમૈનિએક બની ગઈ

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે એક ચોંકાવનાર ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે આશરે એક દશક સુધી યૌન શોષણ કરનાર આરોપીની જમાનત રોક લગાવી છે. તેની પાછળનું કારણ એક નોટ બુક સામે આવી હતી. આ નોટબુકમાં યુવતી અને કેસ સાથે સંબંધતી...
bombay high court  એ હદે યૌન શોષણ કરાયું કે  યુવતી નિમ્ફોમૈનિએક બની ગઈ

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે એક ચોંકાવનાર ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે આશરે એક દશક સુધી યૌન શોષણ કરનાર આરોપીની જમાનત રોક લગાવી છે. તેની પાછળનું કારણ એક નોટ બુક સામે આવી હતી. આ નોટબુકમાં યુવતી અને કેસ સાથે સંબંધતી અનેક રહસ્યો છુપાયેલા હતા. તો ચાલો જાણીએ આગળ અહેવાલ શું હતો સંપૂર્ણ મામલો...

Advertisement

  • 9 વર્ષ સુધી દંપતીએ પીડિતા સાથે યૌન શોષણ કર્યું

  • 27 પાના પર લેખિતમાં માહિતી દર્શાવવામાં આવી હતી

  • દરરોજ દવાઓ આપીને તેનું યૌન શોષણ કરવામાં આવતું

મે 2021 માં એક યુવતીના પિતાએ અંબોલી પોલીસ સ્ટેશનમાં 17 વર્ષીય બાળકીની તેના કરતા ઉંમરમાં મોટા યુવક સાથે ભાગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પિતાના કહ્યા અનુસાર ફરિયાદન નોંધીને તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત માર્ચ 2020 માં પીડિતાએ પોતાની માને સમગ્ર મામલા વિશે જાણ પણ કરી હતી. પરંતુ તેના પીડિતાનો પરિવાર આરોપીના પરિવારથી ડરી રહ્યો હતો. કારણ કે... તેઓ જ્યાં રહેતા હતા તે એપાર્ટમેન્ટમાં આરોપીના અનેક સંબંધીઓ અને તેના સહભાગીઓ રહેતા હતા.

આ પણ વાંચો: CoviShield vaccine : દેશના ટોચના વૈજ્ઞાનિકે કર્યો આ વાંચવા જેવો દાવો….

Advertisement

27 પાના પર લેખિતમાં માહિતી દર્શાવવામાં આવી હતી

તેમ છતાં જ્યારે પીડિતા ઘરમાંથી ભાગી ગઈ હતી. ત્યારે પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપી તરીકે દંપતીને પકડી પાડ્યા હતા. ત્યારે સમગ્ર મામલે કોર્ટમાં કેસ થયો હતો. ત્યારે આ મામલાની સાથે જોડાયેલા તમામ પાસા એક પછી એક ખુલ્લા પડ્યા હતા. આ કેસમાં બે મહત્વના પાસાઓ એ હતા કે, પીડિતાની નોટબુકમાં સમગ્ર મામલે 27 પાના પર લેખિતમાં માહિતી દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Supreme Court Verdict: હિંદુ લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, જાણો કયા લગ્ન માન્ય રહેશે?

Advertisement

દરરોજ દવાઓ આપીને તેનું યૌન શોષણ કરવામાં આવતું

તેણીની નોટબુકમાં લખવામાં આવ્યું હતું કે, સૌ પ્રથમ પીડિતાએ માર્ચ 2020 માં તેની માને જણાવ્યું હતું. તેણી જ્યારે 4 વર્ષની હતી, ત્યારે તેને યૌન ઉત્પીડન અને ઉત્તેજનામાં વધારો કરતી દવાઓ દંપતી દ્વારા આપવામાં આવતી હતી. તેમ છતાં પીડિતાના પરિવારે કોઈ કાયદાકીય પગલા લીધા ન હતા. ત્યાર બાદ દંપતી દ્વારા દરરોજ દવાઓ આપીને તેનું યૌન શોષણ કરવામાં આવતું હતું. આ દવાઓને કારણે પીડિતા અનેક વાર આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. તે ઉપરાંત તેણી પોતાની યૌન વાસનાને કાબૂમાં મેળવવા માટે ધ્રુમપાનના રવાડે ચડી ગઈ હતી.

હાલની પરિસ્થિતમાં પીડિતા નિમ્ફોમૈનિએક બની ગઈ

ત્યારે આ મામલે ન્યાયાધીશ પૃથ્વીરાજે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતમાં પીડિતા નિમ્ફોમૈનિએક બની ગઈ છે. નિમ્ફોમૈનિએક એટલે કોઈપણ એવી વ્યક્તિ જેને વારંવાર સેક્સ કરવાનું મન થતું રહે. આ એક માનસિક બીમારી છે. આ કેસ વિશે વાત કરતા મારી અંતરઆત્મા કાંપવા લાગી છે. હાલમાં, પીડિતાની માનસિક અને શારિરીક સ્થિત એકદમ ગંભીર છે. તે ઉપરાંત આરોપી દંપતીએ પીડિતા સાથે ગુનાહિત કાર્યો પણ કરાવ્યા છે. તેથી આરોપી દંપતી વિરુદ્ધ પોક્સો એક્ટની ધારા 3(A), 7 અને 11 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Canada જવા ઇચ્છતા લોકો માટે માઠા સમાચાર, જવું તો મુશ્કેલ ત્યાં વસવું તેના કરતા પણ મુશ્કેલ

Tags :
Advertisement

.