BJP Fifth Candidate List 2024: ભાજપની 5મી યાદીમાં વરૂણ ગાંધીની ટિકિટ કપાઈ, કુલ 111 બેઠકો પર નામ જાહેર કરાયા
BJP Fifth Candidate List 2024: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ભાજપે (BJP) ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
BJP 5th list for candidate
BJP દ્વારા 5મી યાદીમાં ગુજરાતની 6 બેઠકો પર ઉમેદવાર નિયુક્ત કરાયા
મહેસાણા | હરિભાઈ પટેલ |
સાબરકાંઠા | શોભનાબેન બારૈયા |
સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા |
જુનાગઢ | રાજેશભાઈ ચુડાસમા |
અમરેલી | ભરતભાઈ સુતારિયા |
વડોદરા | હેમાંગ જોશી |
ત્યારે આ 5મી યાદીમાં BJPદ્વારા ગુજરાતની કુલ 6 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) દરમિયાન મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ, સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરા, જુનાગઢ બેઠક પરથી રાજેશભાઈ ચુડાસમા, અમરેલી બેઠક પરથી ભરતભાઈ સુતારિયા અને વડોદરા બેઠક પરથી હેમાગ જોશી મેદાનમાં ઉતાર્યા છે.
યાદીમાં UPની બાકીની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
ભાજપે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. જ્યારે નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્રથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં BJP દ્વારા વરુણ ગાંધીની ટિકિટ રદ કરવામાં આવી છે. તો મેનકા ગાંધીનું નામ યાદીમાં છે, તેઓ સુલતાનપુરથી ચૂંટણી લડશે. આ યાદીમાં UPની બાકીની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે (Lok Sabha Election) ઉત્તર પ્રદેશની 51 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.
BJPની પાંચમી યાદી બહાર આવે તે પહેલા કાનપુરના વર્તમાન સાંસદ સત્યદેવ પચૌરીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મોકલેલા પત્રને જાહેર કર્યો.હતો. જેમાં તેમણે લખ્યું છે કે મારી ઉમેદવારી પર વિચાર ન કરવો જોઈએ.