ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલી FIR રદ
- સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
- સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ થઈ હતી FIR
- ઇમરાન પ્રતાપગઢીએ FIR રદ કરવા SCમાં અરજી કરી હતી
Relief from Supreme Court : કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલી FIR રદ કરી દીધી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. કલા દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. વિચારોનો આદર કરવો જ જોઇએ.
મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઈએ
કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલ FIR રદ કરી દીધી છે. કવિતા સાથે જોડાયેલા આરોપો પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે નિર્ણય આપતા કહ્યું કે મૂળભૂત અધિકારો (Fundamental rights)નું રક્ષણ થવું જોઈએ. પોલીસે મૂળભૂત સુરક્ષાનું રક્ષણ કરવું જોઈએ.
આ પણ વાંચો : Punjab માં ‘યુદ્ધ નશા વિરૂદ્ધ’ અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન, 3જી એપ્રિલથી કરશે પદયાત્રા
ગુજરાત પોલીસે કવિતા મામલે નોંધી હતી FIR
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. કલા દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. વિચારોનો આદર કરવો જ જોઇએ. ઇમરાન પ્રતાપગઢીએ FIR રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી કવિતા અંગે ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ FIR નોંધી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે બંધારણ મુજબ, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી નિયંત્રણો લાદી શકાય છે, પરંતુ વાજબી નિયંત્રણો નાગરિકોના અધિકારોને કચડી નાખવા માટે ગેરવાજબી અને કાલ્પનિક ન હોવા જોઈએ. કવિતા, નાટક, સંગીત, વ્યંગ સહિત કલાના વિવિધ સ્વરૂપો માનવ જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે અને તેના દ્વારા લોકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી જોઈએ.
આ પણ વાંચો : રંગભેદ સામે કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરનનો જડબાતોડ જવાબ વાયરલ