Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi માંથી એક મોટા કિડની રેકેટનો પર્દાફાશ, બાંગ્લાદેશ કનેક્શન પણ આવ્યું સામે...

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં એક મોટા અને આંતરરાષ્ટ્રીય કિડની રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે આ કેસમાં એક પ્રતિષ્ઠિત હોસ્પિટલની મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશથી રાજસ્થાનમાં ચાલતા આ ગેરકાયદે કિડની રેકેટને ચલાવવા બદલ દિલ્હી પોલીસની ક્રાઈમ...
delhi માંથી એક મોટા કિડની રેકેટનો પર્દાફાશ  બાંગ્લાદેશ કનેક્શન પણ આવ્યું સામે

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં એક મોટા અને આંતરરાષ્ટ્રીય કિડની રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે આ કેસમાં એક પ્રતિષ્ઠિત હોસ્પિટલની મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશથી રાજસ્થાનમાં ચાલતા આ ગેરકાયદે કિડની રેકેટને ચલાવવા બદલ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 50 વર્ષની મહિલા ડોક્ટરની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી મહિલા ડોક્ટરે અત્યારસુધીમાં 15 થી 16 ઓપરેશન કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર માનવ કિડનીનો આ કાળો કારોબાર બાંગ્લાદેશથી ચાલતો હતો પરંતુ ઓપરેશન ભારતમાં કરવામાં આવતું હતું.

Advertisement

મહિલા ડોક્ટરે 15-16 કિડની કાઢી નાખી હતી...

અગાઉ રાજસ્થાન પોલીસે બાંગ્લાદેશના આ રેકેટ અંગે મહત્વના ખુલાસા કર્યા હતા. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસની તપાસમાં લાગી ગઈ અને પછી પોલીસને ખબર પડી કે દિલ્હી (Delhi)ની એક મોટી હોસ્પિટલની મહિલા ડોક્ટરે નોઇડાની હોસ્પિટલમાં 15 થી 16 ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. આરોપ છે કે આ ગેરકાયદે ધંધાના પૈસા આ મહિલા ડોક્ટરના ખાનગી સહાયકના ખાતામાં આવતા હતા અને મહિલા ડોક્ટર તેને રોકડમાં ઉપાડી લેતા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર રેકેટ બાંગ્લાદેશથી ચલાવવામાં આવી રહ્યો હતો. આ માટે બાંગ્લાદેશમાં રેકેટના લોકો ડાયાલિસિસ સેન્ટરમાં જતા હતા અને જોતા હતા કે કયા દર્દીને કિડનીની જરૂર છે અને તેની ક્ષમતા કેટલી છે. એકવાર દર્દી 25 થી 30 લાખ રૂપિયા ચૂકવવા પણ તૈયાર થઇ જતા હોય છે પછી તે તેને ભારતીય મેડિકલ એજન્સી દ્વારા સારવાર માટે ભારત મોકલતા હોય છે.

Advertisement

નોકરીના નામે બાંગ્લાદેશથી લોકોને લાવવામાં આવ્યા હતા...

આ રેકેટમાં નોકરીની લાલચ આપી ગરીબ બાંગ્લાદેશીઓને પકડીને કિડની દાન કરવા માટે તૈયાર કરતા હતા. ત્યારબાદ તેઓ તેને ફસાવીને ભારત લાવતા હતા અને તેને કિડનીની જરૂરિયાતવાળા દર્દીના સંબંધી તરીકે બોલાવતા હતા. આ પછી, તે વ્યક્તિના નકલી ડોક્યુમેન્ટ બનાવીને તેઓ મહિલા ડોક્ટર દ્વારા તેની કિડની કાઢી લેતા હતા. આ મહિલા ડોક્ટરની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 4 દિવસ પહેલા દિલ્હી (Delhi)થી જ ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ મહિલા ડોક્ટરને અપોલો હોસ્પિટલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે. પોલીસે આગળ જણાવ્યું કે, કેટલાક દાતાઓએ એવું પણ જણાવ્યું હતું કે તેમને નોકરીના નામે ભારત લાવવામાં આવ્યા હતા અને પછી તેમની કિડની કાઢી નાખી હતી.

જાણો એપોલો હોસ્પિટલે શું કહ્યું...

મહિલા ડોક્ટરની ભૂમિકા સામે આવ્યા બાદ એપોલો હોસ્પિટલ દ્વારા આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મહિલા ડોક્ટરની નિમણૂક હોસ્પિટલના પેરોલ પર નહીં પરંતુ તેમની સેવાઓના બદલામાં ફીના આધારે કરવામાં આવી હતી. ડોક્ટરની સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ કામ અન્ય કોઈ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં, ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ (IAH)માં આવું કોઈ કૃત્ય થયું નથી.

Advertisement

આ પણ વાંચો : Bihar Accident : બિહારમાં રિક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 6 લોકોના મોત, અનેક ઘાયલ…

આ પણ વાંચો : Hathras : SIT એ સરકારને 300 પાનાનો રિપોર્ટ સોંપ્યો, ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નહીં…

આ પણ વાંચો : West Bengal : છોકરી ચીસો પાડતી રહી અને બે લોકો લાકડીઓથી મારતા રહ્યા, Video Viral

Tags :
Advertisement

.