Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગરાની Jama Masjid વિવાદ પર મુસ્લિમ પક્ષને મોટો ફટકો, 15 માર્ચે ફરી સુનાવણી

Jama Masjid: ભારતમાં અત્યારે મંદિર મસ્જિદને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યાં છે. આગરામાં આવેલી જામા મસ્જિદ સામે કથાકાર દેવકીનંદન દ્વારા કરવામાં આવેલી અરજી પર સ્થાનિક કોર્ટમાં સુનામણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં કોર્ટે દ્વારા દેવકીનંદર ઠાકુરની અરજી વતી...
આગરાની jama masjid વિવાદ પર મુસ્લિમ પક્ષને મોટો ફટકો  15 માર્ચે ફરી સુનાવણી

Jama Masjid: ભારતમાં અત્યારે મંદિર મસ્જિદને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યાં છે. આગરામાં આવેલી જામા મસ્જિદ સામે કથાકાર દેવકીનંદન દ્વારા કરવામાં આવેલી અરજી પર સ્થાનિક કોર્ટમાં સુનામણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં કોર્ટે દ્વારા દેવકીનંદર ઠાકુરની અરજી વતી બે પક્ષકારો બનાવ્યા હતાં. મળતી વિગતો પ્રમાણે દેવકીનંદનનું પ્રતિતિધિત્વ કરતા વિનોદ શુક્લાએ બુધવારે જણાવ્યું હતું કે, સાત દિવસમાં જ બન્ને પક્ષકારોને સમન્સ મોકલવામાં આવશે.તેમણે કહ્યું કે આ સાથે મુસ્લિમ પક્ષની બે અરજીઓ ફગાવી દેવામાં આવી છે. હવે આ મામલે 15 માર્ચે સુનાવણી થશે.

Advertisement

સરકાર અને પુરાતત્વ વિભાગને પક્ષકાર બનાવવાનો આદેશ

તમણે વધુમાં જણાવ્યું હતું કે, જસ્ટિલ મૃત્યુંજય શ્રીવાસ્તવે સુનાવણી દરમિયાન ભારત સરકાર અને પુરાતત્વ વિભાગને પક્ષકાર બનાવવાનો આદેશ પસાર કર્યો. આ સાથે સાથે અદાલતે બન્ને પક્ષકારોને 15 માર્ચ સુધી પોતાનો જવાબ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે. વકીલ વિનોદ શુક્લાના જણાવ્યા પ્રમાણે, કોર્ટે ભગવાન સિંહ લોધી અને ઇર્શાદ અલી દ્વારા પક્ષકારો બનાવવા માટે આપવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

આગામી સુનાવણી દરમિયાન આ વિષય પર થશે ચર્ચા

આ કેસની વધુ વિગતો આપતા વિનોદ શુક્તા જણાવે છે કે, તેમણે ભારત સરકાર અને પુરાતત્વ વિભાગને પક્ષકાર બનાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે માટે અરજી પણ આપવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૂર્તિ જામા મસ્જિદની સીડીઓ નીચે દફનાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે અરજીમાં અમીનને જામા મસ્જિદની અંદર તૈનાત કરવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના ટેકનિશિયન દ્વારા જામા મસ્જિદની સીડીઓનું સર્વેક્ષણ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી. શુક્લાના જણાવ્યા અનુસાર આગામી સુનાવણી દરમિયાન આ વિષય પર ચર્ચા કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Supreme Court: બેથી વધારે બાળકો વાળા માતા-પિતા સરકારી નોકરી ભૂલી જાય, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.