Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર Dara Singh Chauhan બિનહરીફ ચૂંટાયા!

Dara Singh Chauhan: ભારતીય જનતા પાર્ટીના નેતા દારા સિંહ ચૌહાણને મંગળવારે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં નિર્ણાયક પરિષદના સભ્ય તરીકે વિરોધ પસંદ કરવામાં આવ્યા છે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તથા ભાજપના પ્રદેશ યુનિટના પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી સહિત બીજેપીના...
08:21 AM Jan 24, 2024 IST | VIMAL PRAJAPATI
Dara Singh Chauhan

Dara Singh Chauhan: ભારતીય જનતા પાર્ટીના નેતા દારા સિંહ ચૌહાણને મંગળવારે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં નિર્ણાયક પરિષદના સભ્ય તરીકે વિરોધ પસંદ કરવામાં આવ્યા છે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તથા ભાજપના પ્રદેશ યુનિટના પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી સહિત બીજેપીના અન્ય સભ્યોએ તેમને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દારા સિંહ ચૌહાણને યુપી કેબિનેટમાં સ્થાન મળશે.

દારા સિંહની બિનહરીફ જીત થઈ

ઉલ્લેખનીય છે કે, આ બાબતે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ભૂપેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું છે કે, ‘માનનીય નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, રાજ્ય મંત્રી દયા શંકર સિંહ અને પક્ષના અધિકારીઓએ આજે ​​વિધાનસભા ભવન ખાતે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર Dara Singh Chauhan ને તેમની બિનહરીફ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.’

દારા સિંહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ખાલી પડેલી એક માત્ર બેઠક પર સમાજવાદી પાર્ટીએ કોઈ ઉમેદવાર જાહેર કર્યો નતી. આ બેઠક પર ભાજપે દારા સિંહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસએ આ બેઠક માટે પોતાનો કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા કારણ કે, આ બેઠક માટે તેમને કોઈ રસ નથી.

રાજ્યની ગત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે

નોંધનીય છે કે, દારા સિંહ સપા છોડીને ભાજપમાં જોયા હતા. સપા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ દારા સિંહ ઘોસીમાં પેટાચૂંટણી હારી ગયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ દારા સિંહ ચૌહાણ સપામાંથી ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજ્યની ગત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન અપાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
2024 electionBharatiyaJanataParty(BJP)Bhartiya Janta PartyDara Singh Chauhanloksabha chunav 2024loksabha election 2024Uttar Pradesh
Next Article