Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bengaluru: રામેશ્વરમ બ્લાસ્ટને લઈ મહત્વના સમાચાર, આ ત્રણ રાજ્યોમાં દહેશત ફેલાવવા આવ્યા હતા આતંકીઓ

Rameshwaram Cafe Blast, Bengaluru: બેંગલુરુ (Bengaluru)ના રામેશ્વરમમાં થોડા સમય પહેલા બ્લાસ્ટની ઘટના બની હતી. તેને લઈને અત્યારે મહત્વની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, બેંગલુરુ (Bengaluru) રામેશ્વરમ બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન એક મોટો...
bengaluru   રામેશ્વરમ બ્લાસ્ટને લઈ મહત્વના સમાચાર  આ ત્રણ રાજ્યોમાં દહેશત ફેલાવવા આવ્યા હતા આતંકીઓ

Rameshwaram Cafe Blast, Bengaluru: બેંગલુરુ (Bengaluru)ના રામેશ્વરમમાં થોડા સમય પહેલા બ્લાસ્ટની ઘટના બની હતી. તેને લઈને અત્યારે મહત્વની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, બેંગલુરુ (Bengaluru) રામેશ્વરમ બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. સામે આવેલ વિગતો પ્રમાણે બંને આતંકવાદીઓ ISIS-અલ હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલા છે. આ આતંકવાદીઓનું દક્ષિણ ભારતના રાજ્યો, ખાસ કરીને કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર આ મોડ્યુલનું લક્ષ્ય છે. બંને આરોપીઓની આ રાજ્યોમાં મોટા પાયે વિસ્ફોટ કરવાની યોજના હતી.

Advertisement

આ આતંકવાદીઓના પાકિસ્તાન સાથે છેડા જોડાયેલા

NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો આ મોડ્યુલ છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ISIS ખોરાસનના નિર્દેશ પર ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સીની તપાસમાં એવું સામે આવ્યું છે કે, અબ્દુલ મતીન અને મુસાબીરને વિદેશથી સૂચનાઓ મળી રહી હતી. ISIS અલ હિંદ મોડ્યુલ દેશ માટે મોટો ખતરો છે. અલ હિંદ મોડ્યુલના સ્લીપર સેલ ઘણા રાજ્યોમાં ફેલાયેલા છે.

નકલી ઓળખ કાર્ડના આધારે ઘણી હોટલોમાં રોકાયા હતા

આ બાબતે વધુ વિગતે વાત કરવામાં આવે તો નકલી આધાર કાર્ડના આધારે અબ્દુલ મતીન તાહા અને મુસાબીર હુસૈન શાજીબ નકલી ઓળખ કાર્ડના આધારે ઘણી હોટલોમાં રોકાયા હતા. નકલી આધાર કાર્ડ આપીને તેણે ઘણી હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરી. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે હિંદુ નામે આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. રામેશ્વરમ કેફે બ્લાસ્ટના આતંકીઓ કોલકાતામાં ઘણા દિવસથી હોટલો બદલી બદલીને છુપાઈને રહેતા હતા. 12 માર્ચે બંને કોલકાતા પહોંચ્યા અને પહેલા એસ્પ્લેનેડ વિસ્તારની એસ્પ્લેનેડ ઇન હોટેલમાં ચેક ઇન કર્યું. અહીં તેણે જણાવ્યું કે તે ઓફિસના કામ માટે સિલિગુડીથી કોલકાતા આવ્યો છે.

Advertisement

28મી માર્ચે ત્યાંથી ચેકઆઉટ કરીને દિઘા ગયા હતા

આ કેસમાં અનેક વિગતો સામે આવી છે. તાહાએ વિઘ્નેશ બી.ડી.ના નામે નકલી આધાર કાર્ડ પર ચેક ઇન કર્યું હતું. બીજા દિવસે ત્યાંથી ચેક આઉટ કરીને પેરેડાઇઝ હોટેલ, લેનિન સરનીમાં ચેક ઇન કર્યું. અહીં કહેવામાં આવ્યું કે તે દાર્જિલિંગથી આવ્યો છે અને અહીંથી ચેન્નાઈ જશે. બીજા દિવસે અહીં તપાસ કરી. જ્યાં તાહાએ અનમોલ કુલકર્ણીના નામે આધાર કાર્ડ ચેક ઇન કર્યું હતું. પોલીસ અને એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે કે તે 14 થી 20 માર્ચ વચ્ચે ક્યાં હતો. 21 માર્ચે, તેણે ખિદિરપુરમાં ગાર્ડન ગેસ્ટ હાઉસમાં ચેક ઇન કર્યું અને બીજા દિવસે ચેક આઉટ કર્યું. આ પછી, 25મી માર્ચે ખિદિરપુરની પેરેડાઇઝ હોટલમાં ચેક ઇન કર્યું. 28મી માર્ચે ત્યાંથી ચેકઆઉટ કરીને દિઘા ગયા. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. દિઘા બીચ પર એક ટુરિસ્ટ સ્પોટ છે. આ લોકો દિઘામાં પણ હોટલ બદલતા રહ્યા.

આ પણ વાંચો: Indian Army : સિક્કિમમાં ભારતીય સેનાએ એન્ટી ટેન્ક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

આ પણ વાંચો: Bhopal : મસ્જિદમાં ગૂંજ્યો ‘હર હર મોદી’નો નારો..

આ પણ વાંચો: CPI Retail Inflation Report: મોંઘવારી મહામારીમાં રાહતના સમાચાર, માર્ચમાં નોંધાયો ઘટાડો

Advertisement
Tags :
Advertisement

.