Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru Protest News: બેંગલોરમાં હનુમાન ચાલિસનો વિરોધ થતા BJP ના આગેવાનોનો વિરોધ પ્રદર્શન

Bengaluru Protest News: બેંગલોર (Bengaluru) ના નાગરથપેટેમાં અઝન અને હનુમાન ચાલિસને લઈને બે જુથ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો છે. આ મામલામાં બેંગલોર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. તે ઉપરાંત આ મામલામાં BJP કાર્યકરો અને આગેવાનો દ્વારા Protest પણ જાહેર...
bengaluru protest news  બેંગલોરમાં હનુમાન ચાલિસનો વિરોધ થતા bjp ના આગેવાનોનો વિરોધ પ્રદર્શન
Advertisement

Bengaluru Protest News: બેંગલોર (Bengaluru) ના નાગરથપેટેમાં અઝન અને હનુમાન ચાલિસને લઈને બે જુથ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો છે. આ મામલામાં બેંગલોર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. તે ઉપરાંત આ મામલામાં BJP કાર્યકરો અને આગેવાનો દ્વારા Protest પણ જાહેર કરવામાં આવ્યું હતું.

Advertisement

  • કેન્દ્રીય મંત્રી અને BJP ના ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાં
  • દુકાનના માલિક પર જીવલેણ હુમલો કરાયો
  • BJP સાંસદ સૂર્યાની ધરપકડ

એક અહેવાલ અનુસાર 17 માર્ચના રોજ નાગરથપેટે વિસ્તારમાં અઝનના સમયે સ્થાનિક એક ખાનગી દુકાનમાં હનુમાન ચાલિસ સંભળાઈ રહી હતી. ત્યારે દુકાનના માલિક મુકેશને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તેને લઈને ભારત કાર્યકારો અને આગેવાનો દ્વારા Protest જાહેર કરવામાં આવ્યું હતું. તો સમગ્ર મામલામાં Police દ્વારા કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

કેન્દ્રીય મંત્રી અને BJP ના ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાં

પોલીસ દ્વારા કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે અને BJP ના ધારાસભ્ય એસ સુરેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે જણાવ્યા અનુસાર BJP પીડિત મુકેશની દુકાનેથી શાંતિપૂર્ણ સરઘસ કાઢ્યું હતું, જેમાં લોકોએ 'હનુમાન ચાલીસા'ના નારા લગાવ્યા હતા.

દુકાનના માલિક પર જીવલેણ હુમલો કરાયો

પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક યુવાનોએ 17 માર્ચે જુમા મસ્જિદ રોડ પર આવેલી દુકાનમાં 'અઝાન' દરમિયાન લાઉડસ્પીકર પર 'હનુમાન ચાલીસા' વગાડતા મુકેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ દુકાનના માલિક મુકેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય એસ સુરેશ કુમાર દ્વારા સમાજમાં શાંતિ ડહોળવાના આરોપ સાથે Protest જાહેર કર્યું હતું.

BJP સાંસદ સૂર્યાની ધરપકડ

જોકે બેંગલોરમાં BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ આ વિરોધમાં ભાગ લીધો હતો, ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. Protest દરમિયાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. ત્યાં હાજર પીડિમ મુકેશે મીડિયાને જણાવ્યું હતું કે, 17 માર્ચે બનેલી ઘટનામાં જોકે મારી સાથે જાનહાનિ નોંધાઈ હોત તો. મને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ સામેના જુથ દ્વારા પહોંચાડવામાં આવી હતી. તેમણે BJP સાંસદ તેજસ્વી સૂર્યા, ધારાસભ્ય એસ સુરેશ કુમાર અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેનો તેમની મદદ કરવામાં બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:  Jharkhand : હેમંત સોરેનના ભાભી સીતા સોરેને JMM માંથી આપ્યું રાજીનામુ, ભાજપમાં જોડાયા…

આ પણ વાંચો: ભ્રામક જાહેરાતો મુદ્દે પતંજલિની વધી મુશ્કેલી, બાબા રામદેવને હાજર થવા સુપ્રીમ કોર્ટની નોટિસ

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, કારણ ચોંકાવનારું

Tags :
Advertisement

.

×