Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru : બેંગ્લુરુમાં દૂષિત પાણીના કારણે આ ગંભીર બીમારીનો થયો વધારો

Bengaluru: બેંગ્લુરુમાં દૂષિત પાણીને કારણે કોલેરાના કેસમાં (Cholera Cases) વધારો થયો છે. વાસ્તવમાં બેંગ્લોરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી છે. હાલમાં જ બેંગ્લોરના (Bengaluru) મલ્લેશ્વરમ વિસ્તારમાં ક્લોરિયાના કેસની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, વિસ્તારની નજીક બે શંકાસ્પદ કેસ પણ...
bengaluru   બેંગ્લુરુમાં દૂષિત પાણીના કારણે આ ગંભીર બીમારીનો થયો વધારો
Advertisement

Bengaluru: બેંગ્લુરુમાં દૂષિત પાણીને કારણે કોલેરાના કેસમાં (Cholera Cases) વધારો થયો છે. વાસ્તવમાં બેંગ્લોરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી છે. હાલમાં જ બેંગ્લોરના (Bengaluru) મલ્લેશ્વરમ વિસ્તારમાં ક્લોરિયાના કેસની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, વિસ્તારની નજીક બે શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. શહેરમાં કોલેરાના કેસમાં વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

દૂષિત પાણી પીવાના કારણે કેસમાં વધારો થયો

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે બેંગલુરુમાં કોલેરાના કેસ વધવા પાછળ દૂષિત પાણી પીવું એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર બેંગ્લુરુમાં કોલેરાના કેસમાં 50 ટકાનો વધારો થયો છે. માર્ચમાં કોલેરાના 6,7 નવા કેસની પુષ્ટિ થઈ હતી. બેંગુલોરુ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડૉ. રમેશ જીએચએ પણ કહ્યું છે કે પાણીપુરી,સ્ટ્રીટ અને પ્રોસેસ્ડ ફૂડ કોલેરા પાછળનું મુખ્ય કારણ છે. કોલેરાના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન પણ બગડી શકે છે.

Advertisement

સૌજન્ય google

Advertisement

કોલેરાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો

શહેરમાં હાલના દિવસોમાં કોલેરાના કેસોમાં 50% ની વૃદ્ધિ નોંધવામાં આવી છે, સરેરાશ પ્રતિ દિવસ ઓછામાં ઓછો 20 કેસ છે. તેમણે કહ્યું કે ખરાબ સ્વચ્છતા અને દૂષિત જળ સ્ત્રોત શહેરમાં કોલેરાના કેસમાં વધારો થવાના પ્રાથમિક કારણ છે.શહેરની ઘણી ખાનગી હોસ્પિટલોમાં, સામાન્ય રીતે દર મહિને કોલેરાના માત્ર એક કે બે કેસ નોંધાય છે. પરંતુ માર્ચ દરમિયાન એક પખવાડિયા કરતાં ઓછા સમયમાં છ કે સાત કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો.આરોગ્ય નિષ્ણાતો કોલેરાના કેસોમાં આ વધારો થવાનું કારણ નાના પાયાના ખાણીપીણી સ્ટોલમાંથી ખાધા પછી ચેપ લાગતા લોકોને આપે છે.

પાણીની તીવ્ર અછતથી પ્રભાવિત આ યુનિયો પાણીની ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઈઝ કરે છે. જેના કારણે પાણીજન્ય રોગો ફેલાય છે. BBMP એ ભલે હજુ સુધી કોલેરા ફાટી નીકળવાની જાહેરાત કરી નથી, તેમ છતાં પેટના રોગો વધી રહ્યા હોવાથી શું કરવું અને શું ન કરવું તે અંગે એડવાઈઝરી જારી કરી છે. બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ કમિશનર તુષાર ગિરી નાથે બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે મલ્લેશ્વરમ વિસ્તારમાં કોલેરાના એક કેસની પુષ્ટિ થઈ છે.

આ  પણ  વાંચો - Uttar Pradesh: અજબ પ્રેમ કી ગજબ કહાણી! પ્રેમી સાથે રહેવા ત્રણ બાળકોની માતા લાઈટના થાંભલે ચડી

આ  પણ  વાંચો - Himachal Earthquake: હિમાચલની ધરા ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી, લોકો ઘરની બહાર દોડી ગયા

આ  પણ  વાંચો - KARNATAKA: 20 કલાકની મહેનત રહી સફળ, બોરવેલમાં પડેલા માસૂમ બાળકનો બચાવ

Tags :
Advertisement

.

×