Bengaluru: કપડાના કારણે ખેડૂતને મેટ્રોમાં ચડતા રોકવામાં આવ્યો, સુરક્ષાકર્મીને કરાયો સસ્પેન્ડ
Bengaluru: બેંગલુરુમાં એક ખેડૂત સાથે શર્મનાક ઘટના બની છે. અહીં એક ખેડૂત કાકાને તેમના કપડાને કારણે મેટ્રોમાં બેસવાથી રોકવામાં આવ્યા હતાં. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બેંગલુરુમાં એક ખેડૂતને તેના કપડાના કારણે મેટ્રોમાં ચડતા રોકવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, વીડિયો વાયરલ થયા બાદ સોમવારે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા એક સિક્યોરિટી સુપરવાઈઝરને બરતરફ કરવામાં આવ્યો હતો.
બેંગલુરુના રાજાજીનગર મેટ્રો સ્ટેશન શર્મનાક ઘટના
સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ ઘટના 18 ફેબ્રુઆરીએ બેંગલુરુના રાજાજીનગર મેટ્રો સ્ટેશન પર ઘટી હતી. સુપરવાઈઝરે ખેડૂતના કપડાં સારા નથી તેવું કહીંને તેમને મેટ્રોમાં બેસવા દીધા નહોતા. એક મુસાફરે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બેંગલુરુમાં બનેલી આ ઘટના ખુબ જ શર્મનાક કહેવાય. ખેડૂત તો જગતનો તાત છે. જેની સાથે આવું વર્તન કરવું કતઈ યોગ્ય નથી. જેના કારણે આપણે રોટલો ખાઈ શકીએ છીએ તેની સાથે આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું જરાય યોગ્ય નથી. જોકે, બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લી.આ અંગે કાર્યવાહી કરવામાં આવી અને એક સિક્યોરિટી સુપરવાઈઝરને બરતરફ કરવામાં આવ્યો હતો.
શું મેટ્રો માત્ર VIP લોકો માટે છે?: યુઝર્સ
સોશિયલ મીડિયોમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ લખ્યું, ‘અતુલ્ય, શું મેટ્રો માત્ર VIP લોકો માટે છે? શું મેટ્રોનો ઉપયોગ કરવા માટે કોઈ ડ્રેસ કોડ છે? હું કાર્તિક સી એરાનીના કામની પ્રશંસા કરું છું, જેમણે રાજાજીનગર મેટ્રો સ્ટેશન પર ખેડૂતના અધિકાર માટે લડત આપી હતી. આપણને દરેક જગ્યાએ આવા હીરોની જરૂર છે.’
આ પણ વાંચો: UP: સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો, મનોજ પાંડે સહિત ત્રણ ધારાસભ્યો બાગી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ