ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bengal BJP Candidate: પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો

Bengal BJP Candidate: આજરોજ દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના અંતર્ગત છઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કુલ 58 લોકસભા બેઠકો માટે આજે મતદાન (Voting) કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત લોકસભાના છઠ્ઠા તબક્કા (Lok Sabha Election...
06:53 PM May 25, 2024 IST | Aviraj Bagda
Bengal BJP Candidate Pranat Tudu, West Bengal, Voting Booth

Bengal BJP Candidate: આજરોજ દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના અંતર્ગત છઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કુલ 58 લોકસભા બેઠકો માટે આજે મતદાન (Voting) કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત લોકસભાના છઠ્ઠા તબક્કા (Lok Sabha Election Phase Six) માં કુલ 889 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.

તો બીજી તરફ આજે પશ્ચિમ બંગાળની અંદર લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટેના BJP ઉમેદવાર પ્રણત ટુડૂ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ગરબેટાની પાસે BJP ઉમેદવાર પર હુમલો કરાયો હતો. જ્યારે BJP ઉમેદવાર ગરબેટામાં આવેલા મતદાન મથક પર નિરિક્ષણ કરવા માટે આવ્યા હતા, ત્યારે તેમની પર એક જૂથ દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Lok Sabha Elections : ECI એ પાંચ તબક્કાના મતદાનનો સંપૂર્ણ ડેટા જાહેર કર્યો, કહ્યું- દરેક મતની ગણતરી…

2 CISF જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે

જોકે આ જીવલેણ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ હુમલા માટે BJP લોકસભા બેઠકના ઉમેદવાર પ્રણત ટુડૂએ TMC ને જવાબદાર ગણાવ્યું છે. તેમણ જણાવ્યું છે કે, જ્યારે તેઓ મતદાન મથક પર પહોંચ્યા, ત્યારે તેમની પર TMC ના ગુંડાઓએ અચાનક પથ્થર મારો શરૂ કર્યો હતો. તે ઉપરાંત તેમના વાહનોને પણ તોડી-ભાંગવામાં આવ્યા હતા. જ્યારે સુરક્ષાકર્મીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ત્યારે તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે 2 CISF જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચો: Haryana : ધારાસભ્ય રાકેશ દૌલતાબાદનું અવસાન, 45 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…

TMC મતદાન મથક પર શાંતિનો ભંગ કરી રહ્યા

તેમણે વધુમાં જણાવ્યું કે, અંદાજે 200 જેટલા લોકોએ તેમની પર ગુમલો કર્યો હતો. જો કેન્દ્રીય દળ ઘટના સ્થળ પર હાજન ના હોત, તો અમારી મોત નિશ્ચિત હતી. તો બીજી તરફ અમને સ્થાનિક પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી ન હતી. TMC ના ગુંડાઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં મતદાન શાંતિપૂર્વક થવાથી રોકવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકારોને ધમકી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Chhattisgarh માં વધુ એક અથડામણ, સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો, હથિયારો અને દારૂગોળો જપ્ત…

Tags :
Bengal BJP CandidateBengal BJP Candidate Pranat TuduBJPTMCVoteVotingVoting BoothWest Bengal
Next Article