Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Krishna Janmabhoomi Case : અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરિસરના સર્વેને આપી મંજૂરી

અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે મથુરામાં સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફત કરાવવાની માંગણી પણ કોર્ટે મંજૂર કરી...
krishna janmabhoomi case   અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય  પરિસરના સર્વેને આપી મંજૂરી
Advertisement

અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે મથુરામાં સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફત કરાવવાની માંગણી પણ કોર્ટે મંજૂર કરી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે.હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જાહેર કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. જોકે, ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે, આ બધું 18 ડિસેમ્બરે નક્કી થશે.

Advertisement

હિંદુ પક્ષે અરજી કરી હતી દાખલ

Advertisement

મહત્વનું છે કે હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, 'અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.

શાહી ઇદગાહ મસ્જિદની દલીલ ફગાવી

વધુમાં કૃષ્ણ જન્મભૂમિ કેસ અંગે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે અમારી અરજીને મંજૂરી આપી છે જ્યાં અમે એડવોકેટ કમિશનર દ્વારા (શાહી ઈદગાહ મસ્જિદ)ના સર્વેની માંગણી કરી હતી. જો કે ક્યારે સરવે થશે તે 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. કોર્ટ શાહી ઇદગાહ મસ્જિદની દલીલોને ફગાવી દીધી છે.મારી માગણી એ હતી કે શાહી ઇદગાહ મસ્જિદમાં હિંદુ મંદિરના ઘણાં બધાં ચિહ્નો અને વાસ્તવિક સ્થિતિ જાણવા માટે એડવોકેટ કમિશનરની જરૂર છે.

અરજીમાં શું કહેવામાં આવ્યું હતું ?

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાં હિંદુ દેવતાઓમાંના એક 'શેષનાગ'ની છબી પણ છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના થાંભલાના નીચેના ભાગમાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે. સાથે જ અરજદારોએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે શાહી ઈદગાહ મસ્જિદના ASI સર્વેની સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું નિર્દેશન કરવાની પણ માગણી કરી હતી.

આ પણ વાંચો -સંસદમાં હંગામો કરવાનો કાવતરાખોર કોણ ?

Tags :
Advertisement

.

×