Bajinder Singh : 8 વર્ષ જૂના બળાત્કાર કેસમાં મોહાલી કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો
- 8 વર્ષ બાદ મોહાલી કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો
- મોહાલી કોર્ટે બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા
- કોર્ટ 1 એપ્રિલે સજા સંભળાવશે
Bajinder Singh:એક ઐતિહાસિક ચુકાદામાં,મોહાલી જિલ્લા અદાલતે લગભગ 8 વર્ષ જૂના બળાત્કાર કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત (mohali court)ઠેરવ્યા છે. તેના પર એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ હતો. આ કેસ કોના વિશે ચાલી રહ્યો હતો. આ કેસમાં કોર્ટ ૧ એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. દરમિયાન, કોર્ટના નિર્ણય બાદ પોલીસે તેને ન્યાયિક કસ્ટડીમાં લઈ લીધો હતો. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બજિન્દર સિંહનો (Bajinder Singh)એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એક મહિલાને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. જે બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
કોર્ટે બજિન્દર સિંહ વિરુદ્ધ ચુકાદો આપ્યો અને તેમને દોષિત ઠેરવ્યા,જ્યારે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ પીડિતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. પીડિતોએ કહ્યું કે આજે તેમને ન્યાય મળ્યો છે. જોકે, આજ સુધી તેમણે આ લડાઈ લડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
સજા 1 એપ્રિલે જાહેર કરવામાં આવશે
જોકે,મોહાલી કોર્ટે આજે બરજિંદરની સજાની જાહેરાત કરી નથી.આ માટેની તારીખ 1 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. પીડિતાના પરિવારે પાદરી બજિન્દર માટે કડક સજાની માંગ કરી છે. બીજી તરફ, ચુકાદાની જાહેરાત બાદ પીડિત પરિવારમાં ખુશીનો માહોલ છે, જેઓ કોર્ટના નિર્ણયથી ખુશ છે. મીડિયા સાથે વાત કરતા, 2018 ના આ બળાત્કાર કેસની પીડિતાના પતિએ જણાવ્યું હતું કે આરોપી પાદરી બીમારી અને અન્ય બહાના બનાવીને કોર્ટમાં હાજર થવાનું સતત ટાળતો હતો. તે કોર્ટને ગેરમાર્ગે દોરતો વિદેશ પ્રવાસ કરતો રહ્યો, પરંતુ કોર્ટ હાર માની નહીં.
આ પણ વાંચો -DA Hike : મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો આટલા ટકા વધારો
પીડિતાના પરિવારે કડક સજાની માંગ કરી
જોકે, તેમણે કહ્યું કે આ કેસની સુનાવણી દરમિયાન તેમના પર વિવિધ પ્રકારના દબાણ લાવવામાં આવ્યા હતા. અમને ધમકી આપવામાં આવી. તેમણે પોતે 6 મહિના જેલમાં વિતાવ્યા છે, પરંતુ સરકાર અને જનતાના સહયોગથી આખરે અમને ન્યાય મળ્યો છે. તેણે કહ્યું કે ભગવાને પાદરીને તેના દુષ્કૃત્યોની સજા આપી છે. હવે અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તેને સૌથી કડક સજા આપવામાં આવે જેથી તે ભવિષ્યમાં આવું પાપ કરવાનો પ્રયાસ ન કરે.
આ પણ વાંચો -Noida Fire : ગર્લ્સ હોસ્ટેલના બીજા માળે AC માં થયો બ્લાસ્ટ,જીવ બચવવા યુવતીઓએ મારી છલાંગ,જુઓ video
મોહાલીમાં હુમલાનો કેસ નોંધાયો
એક મહિલાની ફરિયાદના આધારે,પંજાબ પોલીસે મંગળવારે (25 માર્ચ) બજિન્દર સિંહ વિરુદ્ધ હુમલો અને અન્ય આરોપો માટે કેસ નોંધ્યો. થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્વ-ઘોષિત ખ્રિસ્તી ધર્મોપદેશક એક મહિલા સાથે થપ્પડ મારતા અને દલીલ કરતા જોવા મળ્યા હતા. ૩૫ વર્ષીય મહિલાએ સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) ઓફિસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મોહાલી પોલીસે કેસની તપાસ શરૂ કરી. મંગળવારે તે મુલ્લાનપુરમાં પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું નિવેદન નોંધાવ્યું.