ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Delhi-Ayodhya Flight: અયોધ્યાના રામ મંદિરના દર્શન ફ્લાઈટ દ્વારા કરી શકાશ, જાણો.... કેવી રીતે

અયોધ્યા સ્થિત શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટની સેવાઓ થશે શરું 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા સ્થિત શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટની સેવાઓ શરૂ થઈ જશે. એર ઈન્ડિયાએ દિલ્હી અને અયોધ્યાને હવાઈ માર્ગે જોડવા માટે 30 ડિસેમ્બરે ઉદ્ઘાટન ફ્લાઇટ શરૂ...
11:46 PM Dec 20, 2023 IST | Aviraj Bagda
featuredImage featuredImage

અયોધ્યા સ્થિત શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટની સેવાઓ થશે શરું

22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા સ્થિત શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટની સેવાઓ શરૂ થઈ જશે. એર ઈન્ડિયાએ દિલ્હી અને અયોધ્યાને હવાઈ માર્ગે જોડવા માટે 30 ડિસેમ્બરે ઉદ્ઘાટન ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની સેવાઓ 16 જાન્યુઆરી, 2024 થી શરૂ કરવામાં આવશે.

એક અહેવાલ પ્રમાણ એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે, 30 ડિસેમ્બરે ઉદ્ઘાટન ફ્લાઇટ IX 2789 દિલ્હીથી સવારે 11 વાગ્યે ઉપડશે અને બપોરે 12.20 વાગ્યે અયોધ્યામાં ઉતરશે. તે પછી, અયોધ્યાથી રિટર્ન ફ્લાઈટ નંબર IX 1769 બપોરે 12.50 વાગ્યે દિલ્હી માટે રવાના થશે અને બપોરે 2.10 વાગ્યે અહીં પહોંચશે. આ મુસાફરી દરમિયાન મુસાફરો માત્ર 80 મિનિટમાં તેમના સુનિશ્ચિત સ્થાને પહોંચી જશે.

ફ્લાઈટ્સની વિગતવાર માહિતી

અયોધ્યા ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે A-321/B-737 પ્રકારના એરક્રાફ્ટના સંચાલન માટે યોગ્ય વિસ્તૃત રનવે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ અયોધ્યાથી કામગીરી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એરલાઇનના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંઘે જણાવ્યું હતું કે, આ દેશભરના ટિયર 2 અને ટાયર 3 શહેરો સાથે કનેક્ટિવિટી વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

 ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 8 ડિસેમ્બરે કહ્યું હતું કે અયોધ્યામાં એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો: ચંદ્રયાન-3 ની સફળતા પર ISRO ને લીફ એરિક્સન લૂનર પુરસ્કારથી કરાયું સન્માનિત

Tags :
AirIndiaAyodhyaayodhyarammandirflightsIndigo Flight