Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya Ram Mandir: ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર, દિવ્યાંગો માટે લિફ્ટ, જાણો રામ મંદિર પરિસરમાં ક્યાં શું હશે

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પુરું કરવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. આ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યા જવાના છે, જ્યાં તેઓ રોડ શોમાં પણ સામેલ થશે.   શ્રીરામ...
ayodhya ram mandir   ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર  દિવ્યાંગો માટે લિફ્ટ  જાણો રામ મંદિર પરિસરમાં ક્યાં શું હશે

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પુરું કરવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. આ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યા જવાના છે, જ્યાં તેઓ રોડ શોમાં પણ સામેલ થશે.

Advertisement

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે- શ્રદ્ધાળુઓ માટે ફેસિલિટ સેન્ટરનું નિર્માણ કરાયું છે. જેમાં 25 હજાર શ્રદ્ધાળુઓ માટે લોકરની પણ સુવિધા ઉપલબ્ધ હશે. જેમાં યાત્રી પોતાનો જરુરી સામાન જેમકે પર્સ, મોબાઈલ, નાની બેગ, જૂતાં આદિ રાખી શકશે. અહીંથી આગળ શ્રદ્ધાળુઓને ઉઘાડા પગે જવું પડશે. ગરમીઓમમાં શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફેસિલિટી સેન્ટરમાં 500 લોકો માટે ટૉયલેટ અને અન્ય સુવિધાઓ હશે. મંદિર પ્રાંગણમાં જ બે એસટીપી પણ બનાવવામાં આવ્યા છે.

Advertisement

ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર
ચંપત રાયે જણાવ્યું કે મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પુરું થઈ ગયું છે. 70 એકરમાં તૈયાર થઈ રહેલા રામ મંદિરના પ્રવેશ દ્વારની પાસે જ તીર્થ યાત્રી સુવિધા કેન્દ્ર (ફેસિલિટી સેન્ટર)નું નિર્માણ કાર્ય કર્યું છે. દિવ્યાંગજનો માટે મંદિરમાં લિફ્ટની પણ સુવિધા કરાઈ છે. મંદિરની ચારે બાજુ દીવાલનું પણ નિર્માણ થઈ ગયું છે. ચંપત રાયે જણાવ્યું કે પૂર્વી ગેટથી શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

આગામી 7-8 મહિનામાં બનશે 7 મંદિર
ચંપત રાયે જણાવ્યું કે આગામી 7-8 મહિનામાં સાત મંદિર વધુ બનશે, જેમાં મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, નિષાદ રાજ, શબરી અને અહિલ્યાના મંદિર હશે. આ ઉપરાંત પરિસરમાં જટાયુ સ્થાપિત કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું કે- આ મંદિર પરિસરમાં તીર્થ યાત્રિકો માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. જેમાં એક સાથે 25 હજાર તીર્થયાત્રિકો માટે સામાન રાખવા માટે લોકર, પાણી, શૌચાલય, હોસ્પિટલની વ્યવસ્થા છે. નગર નિગમ પર દબાણ ન વધે તે માટે બે સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટર હશે. ઝીરો ડિસ્ચાર્જની વ્યવસ્થા છે. વીજળીની પણ આત્મનિર્ભરતા છે. 70માંથી 20 એકરમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું જ્યારે બાકીના ભાગમાં ગ્રીનરી છે.

આ  પણ  વાંચો -જમ્મુ-કાશ્મીરમાં આ સંગઠન પર ગૃહમંત્રી અમિત શાહની મોટી કાર્યવાહી, UAPA હેઠળ લગાવ્યો પ્રતિબંધ

Tags :
Advertisement

.