Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya : હવે આ નામથી ઓળખાશે અયોધ્યાનું એરપોર્ટનું નામ

અયોધ્યામાં રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેનું નામ બદલીને હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું. અગાઉ અહીંના રેલ્વે સ્ટેશનનું...
ayodhya   હવે આ નામથી ઓળખાશે અયોધ્યાનું એરપોર્ટનું નામ

અયોધ્યામાં રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેનું નામ બદલીને હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું. અગાઉ અહીંના રેલ્વે સ્ટેશનનું નામ અયોધ્યા જંકશનથી બદલીને અયોધ્યા ધામ કરવામાં આવ્યું હતું.

Advertisement

જણાવી દઈએ કે, 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ્સ ઓપરેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. 6 જાન્યુઆરીએ પહેલી ફ્લાઈટ દિલ્હીથી સવારે 11.55 વાગ્યે ઉપડશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઈટ અયોધ્યાથી બપોરે 1.45 વાગ્યે ઉપડશે અને બપોરે 3 વાગ્યે દિલ્હી પહોંચશે.

Advertisement

નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે પહોંચશે અયોધ્યાની મુલાકાતે
અયોધ્યા રેલવે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ પર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન પહેલા રેલવે સ્ટેશન અને એરપોર્ટ બંનેના નામ બદલવામાં આવ્યા છે.

એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 6,500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું હશે
તમને જણાવી દઈએ કે અયોધ્યાના અત્યાધુનિક એરપોર્ટના પ્રથમ તબક્કામાં 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 6,500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું હશે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે. ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે.

Advertisement

આ  પણ  વાંચો  -અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ વિશે ખાસ બાબતો

Tags :
Advertisement

.