Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે ઔતિહાસિક રામ મંદિર, અહીં જુઓ નવી તસવીરો

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર તૈયાર થઈ રહ્યું છે. સમગ્ર દેશ સાથે વિશ્વભરમાંથી લોકો આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરમાં નિર્માણ પામી રહેલું આ મંદિર (Ram Mandir)...
ayodhya   પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે ઔતિહાસિક રામ મંદિર  અહીં જુઓ નવી તસવીરો

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર તૈયાર થઈ રહ્યું છે. સમગ્ર દેશ સાથે વિશ્વભરમાંથી લોકો આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરમાં નિર્માણ પામી રહેલું આ મંદિર (Ram Mandir) હવે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે મંદિર નિર્માણની નવીનતમ તસવીરો જાહેર કરી છે. જે મુજબ, રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર છે. રામ મંદિરની સીડીઓ પણ બનાવવામાં આવી છે. સીડીની બંને બાજુએ રેલિંગ લગાવવામાં આવી છે.

Advertisement

જણાવી દઈએ કે, કુબેર ટીલા પર જટાયુની (Jatayu) મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કુબેર ટીલાના (Kuber Tila) બ્યુટીફિકેશનનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અહીંના પ્રાચીન શિવાલયનું બ્યુટીફિકેશનનું કામ લગભગ પૂર્ણ થવાની આરે છે. ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઊજવવામાં આવશે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેવી સંભાવના છે.

Advertisement

'રામ મંદિરની ઉંમર 1 હજાર વર્ષથી વધુ'

અયોધ્યા રામ મંદિર મહોત્સવ વિશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ એ આપણા રાષ્ટ્રનું સન્માન છે. તે ભારતના સન્માનનું પ્રતિક છે. તેમણે કહ્યું કે, રામ મંદિરની વય 1 હજાર વર્ષથી વધુ હશે. આથી તેના બાંધકામની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિરના નિર્માણમાં 10 કરોડ લોકોએ યોગદાન આપ્યું છે. રામ મંદિર કરોડો લોકોની રાત-દિવસની મહેનતથી નિર્મિત થઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - WFI : નવા પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ, સાક્ષી મલિકે આપી પ્રતિક્રિયા, સંન્યાસ અંગે કહી આ વાત!

Tags :
Advertisement

.