Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assembly Election Date Announcement : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખો જાહેર

જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી જાહેર કેન્દ્રીય ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીનું એલાન કર્યુ કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી જમ્મુ કાશ્મીરની 90 બેઠકની વિધાનસભા ચૂંટણી જાહેર કુલ 90 પૈકી 74 બેઠક જનરલ, 9 ST, 8 SC માટે...
03:55 PM Aug 16, 2024 IST | Hardik Shah
Assembly Election Date Announcement

Assembly Election Date Announcement : કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે, જે મુજબ બંને રાજ્યોની ચૂંટણી આગામી મહિનાઓમાં યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં આ વખતે ત્રણ તબક્કામાં મતદાન થશે, જ્યારે હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે. બંને રાજ્યોના મતગણતરીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થશે.

જમ્મુ કાશ્મીરના 90 બેઠકો માટે 87 લાખ મતદારો તૈયાર

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આ રાજ્યોમાં ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો ચિત્ર બદલવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ હિંસા નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, લોકોએ ચૂંટણી માટે ઉત્સાહ દર્શાવ્યો છે. ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો વિશે કંઈ સ્પષ્ટ નથી. આ ઉપરાંત દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણી પણ યોજાવાની છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે યોજાશે. જમ્મુ કાશ્મીરની વિધાનસભા માટે કુલ 90 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાંથી 74 બેઠક સામાન્ય શ્રેણી માટે, 9 ST (અનુસૂચિત જનજાતિ) માટે, અને 8 SC (અનુસૂચિત જાતિ) માટે અનામત છે. જમ્મુ કાશ્મીરમાં કુલ 87.09 લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી 44.46 લાખ પુરુષ અને 42.62 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમાં 3.71 લાખ પ્રથમવારના મતદારો સામેલ છે, તેમજ 20થી 29 વર્ષની વય ધરાવતા યુવા મતદારની સંખ્યા 20.70 લાખ છે. આ ઉપરાંત, 82590 દિવ્યાંગ અને 2660 શતાયુ મતદારો પણ મતદાન કરશે. કલમ 370 હટ્યા બાદ, જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે, જેના કારણે આ ચૂંટણીને ખાસ મહત્વ પ્રાપ્ત છે.

હરિયાણામાં 2 કરોડથી વધુ મતદારો મતદાન માટે સજ્જ

હરિયાણામાં, 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે, અને જમ્મુ-કાશ્મીરની જેમ, પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થશે. હરિયાણામાં મતદારોની અંતિમ યાદી 27 ઓગસ્ટે બહાર પાડવામાં આવશે. હરિયાણાની 90 બેઠકો માટે કુલ 2.01 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 1.06 કરોડ પુરુષ અને 95 લાખ મહિલા મતદારો છે. હરિયાણામાં 20થી 29 વર્ષની વય ધરાવતા 40.95 લાખ યુવા મતદારો છે, અને 4.52 લાખ પ્રથમવારના મતદારો મતદાન કરશે. આ બંને રાજ્યોમાં મતદાન માટે વિશાળ પાયે તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં 11,838 અને હરિયાણામાં 20,629 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ખાસ નોંધ્યું કે આ વખતે હરિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બહુમાળી ઈમારતોમાં પણ મતદાન બૂથો બનાવવામાં આવશે. હરિયાણાની 2019ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપને 40 સીટો મળી હતી, અને તે અપક્ષો સાથે સરકાર ચલાવી રહી હતી. પણ આ વખતે ભાજપને સત્તામાં ફરીવાર આવ્યા માટે પડકારનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો:  Jammu and Kashmir: આજે વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર

Tags :
Article 370 First ElectionsAssembly pollsCEC Rajiv Kumar Election StatementCentral Election Commission AnnouncementECIElection CommissionElection Commission of indiaElection Date Announcementelections 2024Elections in in HaryanaHaryana BJP 2024 Election ChallengeHaryana Election Date 2024Haryana Polling Booth ArrangementsHaryana Youth Voter StatisticsJammu and Kashmir Election dateJammu Kashmir Assembly Elections 2024Jammu Kashmir Reserved SeatsJammu Kashmir Voting PhasesJharkhand Assembly Election dateMaharashtra Election Date
Next Article