Arvind Kejriwal: કેજરીવાલને આવ્યું ફરી સમન્સ, EDએ ચોથીવાર પુછપરછ માટે બોલાવ્યા
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી Arvind Kejriwalને દિલ્હી દારૂ કાંડમાં ઇડીનું સમન્સ આવ્યું છે. આ સમન્સ એક બે વાર નહીં પરતું ચોથી વાર આવ્યું છે. કેજરીવાલની મુસીબતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીને ઈડીએ એકવાર ફરી પૂછપરછ માટે સમન્સ મોકલી બોલાવ્યા છે. મુખ્યમં,ત્રી અરવિંદ કેજરીવાલને મળેલું આ ચોથું સમન્ય છેય આ પહેલા પણ અરવિંદ કેજરીવાલને ત્રણ વખત સમન્સ આવી ચુકેલ છે પરંતુ તેઓ એક પણ વાર એજન્સી સામે હાજર થયા નથી.
કેજરીવાલે ઈડીએ આપેલ નોટિસને ગેરકાનૂની ગણાવી
અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ 3 જાન્યુઆરીએ આવ્યું હતું. ઈડીએ નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ કેજરીવાલે તે નોટિસને નકારી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી દિલ્હી દારૂ કાંડ બાબતે પૂછપરછ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી મળેલા ત્રણ સમન્સને નકારીને કહ્યું કે, આરોપ લગાવ્યો કે, ઈડીએ આપેલ આ નોટિસ ગેરકાનૂની છે.
ત્રીજા સમન્સ પર કેજરીવાલ શું બોલ્યા!
ઉલ્લેખનીય છે કે, ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂછપરછ માટે હાજર થવાની ના પાડી દીધી હતી, અને કહ્યું હતું કે, એજન્સીનો અભિગમ કાયદા, સમાનતા કે ન્યાયની કસોટી પર ઉતરી શકતો નથી. અને EDનો આ 'આગ્રહ' 'જજ, જ્યુરી અને જલ્લાદ'ની ભૂમિકા ભજવો હોત એવો લાગી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનોને આ ભેટ આપવામાં આવશે
કેમ પૂછપરછ માટે નથી જતા કેજરીવાલ?
Arvind Kejriwalને આ પહેવા 2 નવેમ્બર અને 21 ડિસેમ્બર સમન્સ મળ્યા હતા અને આ વર્ષે 3 જાન્યુઆરીએ પણ પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું, અરવિંદ કેજરીવાલને આ પહેલા પણ સમન્સ મોકલવામાં આવેલા છે. ગયા વર્ષે 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે તથા આ વર્ષે ત્રણ જાન્યુઆરીએ તપાસ માટે બોલાવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે પહેલા સમન્સ વખતે તેઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા અને બીજા સમન્સ વખતે વિપશ્યના માટે ગયેલા હતા.
દિલ્હી દારૂ કાંડ શું છે?
નોધનીય છે કે, કથીત દિલ્હી દારૂ કાંડ 2021-22 એ આબકારી નીતિ સંબંધિત મામલો છે. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ તેના અમલીકરણ માટે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, જેના પછી તરત જ AAP સરકારે તેને 2022 માં રદ કરી હતી. આ મામલે મનીષ સિસોદિયા અને સંજય સિંહ અત્યારે જેલમાં છે. મનીષ સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને દિલ્હીના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે સાથે આ મામલે મની લોન્ડરિંગ કેસમાં સંજય સિંહની 4 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.