Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ARVIND KEJRIWAL : ઐસા કોઇ સગા નહી જીસકો કેજરીવાલને ઠગા નહી:અનુરાગ ઠાકુર

ARVIND KEJRIWAL : કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL)ને ચોથું સમન્સ મોકલવામાં આવ્યું છે. આ સમન્સમાં EDએ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે સીએમ કેજરીવાલ 18મીએ જ ગોવાના પ્રવાસ માટે...
arvind kejriwal   ઐસા કોઇ સગા નહી જીસકો કેજરીવાલને ઠગા નહી અનુરાગ ઠાકુર

ARVIND KEJRIWAL : કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL)ને ચોથું સમન્સ મોકલવામાં આવ્યું છે. આ સમન્સમાં EDએ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે સીએમ કેજરીવાલ 18મીએ જ ગોવાના પ્રવાસ માટે રવાના થશે અને 20મી જાન્યુઆરી સુધી ત્યાં રહેશે. આ પહેલા પણ કેજરીવાલે EDના ત્રણ સમન્સને રાજનીતિથી પ્રેરિત ગણાવીને અવગણ્યા હતા.

Advertisement

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેજરીવાલ પર નિશાન સાધ્યું

Advertisement

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેજરીવાલ ( ARVIND KEJRIWAL) પર પ્રહાર કરતા કહ્યું કે EDના ચોથા સમન્સ બાદ ભાજપે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે ચોરી કરી છે અને તપાસ ટાળવા માંગે છે, તેથી તેઓ ગોવાની મુલાકાતે છે. EDના ચોથા સમન્સનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, કેજરીવાલ (ARVIND KEJRIWAL) હંમેશા તપાસમાંથી બચવાનો રસ્તો શોધે છે. ચોથું સમન્સ આવતા જ તેણે કહ્યું કે, હું તે દરમિયાન ગોવાની ટ્રીપ પર છું. મતલબ કે તમે રાજકીય પ્રવાસ કરશો અને તપાસથી ભાગી જશો કારણ કે તમે ચોરી કરી છે. તમે જવાબ આપતા ડરો છો.

Advertisement

પહેલા દિલ્હી સરકારની નકલી દવાઓનું કૌભાંડ સામે આવ્યું

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઈમાનદારીના ચેમ્પિયન હોવાનો દાવો કરીને સત્તામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAP હવે ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયા છે. મોહલ્લા ક્લિનિકમાં મળી આવેલી કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કર્યા બાદ ઠાકુરે આ ટિપ્પણી કરી હતી. ઠાકુરે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે દિલ્હીમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. કેજરીવાલને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપનાર કોઈપણ નેતાને કોર્ટમાંથી જામીન મળી રહ્યા નથી.

કેજરીવાલ અરાજકતા અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે

પહેલા દિલ્હી સરકારની નકલી દવાઓનું કૌભાંડ સામે આવ્યું અને હવે નકલી ટેસ્ટનું કૌભાંડ. કેજરીવાલ સરકાર લોકોના જીવન પર હુમલો કરી રહી છે. કેજરીવાલ અરાજકતા અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. બંધારણીય સંસ્થાઓ પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો કેજરીવાલ એટલા સાચા છે તો તેઓ ED સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા, શું તેમને કોઈ વાતનો ડર છે.

આ પણ વાંચો - Ram mandir: માયાવતીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું

Tags :
Advertisement

.