Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેસ માસ્ટર R. Praggnanandhaa ના નામે નોંધાયો વધુ એક વિક્રમ..

R. Praggnanandhaa : ભારતના ચેસ માસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધાએ વધુ એક વિક્રમ પોતાના નામે હવે કર્યો છે. 18 વર્ષીય આ પ્રતિભાશાળી ખેલાડીએ સ્ટેવેન્જરમાં નોર્વે ચેસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં વિશ્વ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે તેની પ્રથમ ક્લાસિકલ જીત નોંધાવી છે. મને...
ચેસ માસ્ટર r  praggnanandhaa ના નામે નોંધાયો વધુ એક વિક્રમ

R. Praggnanandhaa : ભારતના ચેસ માસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધાએ વધુ એક વિક્રમ પોતાના નામે હવે કર્યો છે. 18 વર્ષીય આ પ્રતિભાશાળી ખેલાડીએ સ્ટેવેન્જરમાં નોર્વે ચેસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં વિશ્વ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે તેની પ્રથમ ક્લાસિકલ જીત નોંધાવી છે. મને જણાવી દઈએ કે પ્રજ્ઞાનન્ધા ક્લાસિકલ ચેસમાં કાર્લસનને હરાવનાર ચોથા ભારતીય બન્યા છે. નોંધનીય છે કે, આર પ્રજ્ઞાનંદ ગયા વર્ષના FIDE વર્લ્ડ કપમાં રનર-અપ રહ્યા હતા.

Advertisement

વિશ્વ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે R. Praggnanandhaa ની જીત

R. Praggnanandhaa

R. Praggnanandhaa

ભારતના ચેસ માસ્ટર પ્રજ્ઞાનંધા નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડ પછી તેમની અવિશ્વસનીય જીત બાદ પ્રથમ ક્રમાંકે છે. આર પ્રજ્ઞાનંદે 9 માંથી 5.5 અંક મેળવ્યા છે. , જ્યારે અમેરિકાના ફેબિયાનો કારુઆના ચીનના ડીંગ લિરેન પર વિજય મેળવ્યા બાદ બીજા સ્થાને છે. યુએસ ગ્રાન્ડમાસ્ટર ફેબિયો કારુઆનાએ જીએમ ડીંગ લિરેન સામેની જીત બાદ સંપૂર્ણ ત્રણ પોઈન્ટ મેળવ્યા છે. મેગ્નસ કાર્લસન હવે નોર્વેજીયન ચેસ ઓપન વિભાગમાં છ ખેલાડીઓના સ્ટેન્ડિંગમાં પાંચમા સ્થાને આવી ગયો છે.

Advertisement

ત્રીજા રાઉંડ પછી રેન્કિંગ

1. આર પ્રજ્ઞાનંદ - 5.5
2. ફેબિયો કારુઆના – 5,
3. હિકારુ નાકામુરા - 4
4. અલીરેઝા ફિરોઝા - 3.5
5. મેગ્નસ કાર્લસન - 3

12 વર્ષની વયે રમેશબાબુ પ્રજ્ઞાનંધા બન્યા હતા ગ્રાન્ડમાસ્ટર

ચેસ માસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધા વિશે વાત કરવામાં આવે તો તેઓનો જન્મ તમિલનાડુના ચેન્નાઈમાં થયો હતો. તેમણે યુવા વયે જ ઘણી પ્રતિષ્ઠા પોતાના નામે કરી છે. પ્રજ્ઞાનંધાએ 2013માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયન અંડર-8 ખિતાબ જીત્યો, જેના કારણે તેમને FIDE માસ્ટરનું બિરુદ મળ્યું. 2016 માં, 10 વર્ષ, 10 મહિના અને 19 દિવસની ઉંમરે, પ્રજ્ઞાનન્ધા આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યા. વર્ષ 2017માં તે 12 વર્ષ, 10 મહિના અને 13 દિવસની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો.

Advertisement

આ પણ વાંચો : ગરમીએ ઉત્તર પ્રદેશમાં 128 વર્ષ તો દિલ્હીમાં 79 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Tags :
Advertisement

.