Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વધુ એક પેશાબ કાંડ...! દારૂના નશામાં પીડિતના કાનમાં કર્યો પેશાબ

થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશમાં એક શખ્સ પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાએ માણસ કેટલી હદે જઇ શકે તે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કેસમાં ભાજપના એક કાર્યકરને આરોપી બનાવવામાં આવ્યો હતો. વળી તેના પર NSA પણ લાદવામાં...
11:35 AM Jul 15, 2023 IST | Hardik Shah

થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશમાં એક શખ્સ પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાએ માણસ કેટલી હદે જઇ શકે તે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કેસમાં ભાજપના એક કાર્યકરને આરોપી બનાવવામાં આવ્યો હતો. વળી તેના પર NSA પણ લાદવામાં આવ્યું હતું. બાદમાં તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના પર પેશાબ કરવામાં આવ્યો તેને મધ્યપ્રદેશના CM એ પોતે બોલાવી તેના પગ ધોયા અને હાથ જોડીને માફી માંગી હતી. હવે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં બન્યો વદુ એક પેશાબ કાંડ

ઉત્તર પ્રદેશમાં એક શખ્સ પર પેશાબ કરવાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર સોનભદ્રના જુગૈલમાં ઘટી છે. જ્યા એક દલિત સાથે આવી ઘટના બની છે. આ મામલો 11 જુલાઈનો હોવાનું કહેવાય છે. દલિત યુવક પર પેશાબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, સોનભદ્ર પોલીસે કહ્યું કે વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આ વખતે એક દારૂડિયાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ મામલો માત્ર પેશાબ કરવા પુરતો સીમિત ન હતો પરંતુ તે પહેલા દલિત યુવકને માર પણ મારવામાં આવ્યો હતો.

UP કોંગ્રેસે ઘટના પર કર્યું ટ્વીટ

ફરી એકવાર પેશાબ કાંડ અને તે પણ કાનમાં પેશાબ કરવા જેવી ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર રાજ્યની ભાજપ સરકાર શંકાના દાયરામાં આવી છે. એક તરફ આ ઘટનાએ વહીવટીતંત્રમાં હલચલ મચાવી દીધી છે તો બીજી તરફ વિરોધ પક્ષોએ ભાજપ અને તેની રાજ્ય સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. યુપી કોંગ્રેસે આ ઘટના અંગે ટ્વીટ કરીને કહ્યું, “સોનભદ્રમાં એક માનબધે એક દલિતના ચહેરા પર પેશાબ કર્યો. આ કટ્ટરપંથીઓમાં આવી હિંમત ક્યાંથી આવી? ભાજપના શાસનમાં દલિત અત્યાચાર ચરમસીમાએ વધી રહ્યો છે. લોકો દલિતો પર અત્યાચાર કરવાનું વિચારતા પણ નથી. શું ભાજપે કાયદાને અમુક વર્ગના લોકોની જાગીર બનાવ્યો છે?

પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ

પોલીસે જણાવ્યું કે ફરિયાદી અને આરોપી બંને એકબીજાને ઓળખે છે. બંનેએ 11 જુલાઈના રોજ એકસાથે દારૂ પીધો હતો, ત્યારબાદ બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ પીડિતાના કાનમાં પેશાબ કર્યો હતો. તે દરમિયાન પીડિતાને ખબર ન હોતી, જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પીડિતાને તેની જાણ થઈ. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો શખ્સ ઝડપાયો

આ પણ વાંચો - પેશાબ કાંડના પીડિતના CM એ ધોયા પગ, કહ્યું, તમે ભગવાન સમાન છો..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
drunkard urinatedMadhya Pradeshpissing scandalsonbhadraUrineUttar Pradesh
Next Article