વધુ એક IAS કૌભાંડ: અધિકારીની તેની જ પત્નીએ પોલ ખોલી દીધી
- IAS અધિકારીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
- IAS અધિકારીની પત્નીએ ગંભીર આક્ષેપો કરતા હડકંપ મચ્યો
- ઇ.રમેશ કુમાર 6 કરોડના ખર્ચે બનાવી રહ્યો છે આલિશાન મહેલ
IAS Story : MBBS નો અભ્યાસ કર્યા બાદ UPSC પરીક્ષા કરનારો આ વ્યક્તિ IAS બની તો ગયો પરંતુ થોડા જ દિવસો કલેક્ટર રહ્યા બાદ તેની પત્નીએ જ તેના પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેના કારણે સમગ્ર સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આરોપ લાગ્યા પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. જાણો આ અધિકારીના ભેદી જીવન અને બદલીઓ વિશે.
આ પણ વાંચો : Gujarat માં હવે આખી રાત ગરબા રમી શકાશે, હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું
1999 બેચના અધિકારીઇ.રમેશનું મહાકૌભાંડ
આ વાત છે IAS અધિકારી ડૉ. ઇ.રમેશ કે જેઓ 1999 બેંચના મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રૂપે આંધ્રપ્રદેશના રહેવાસી છે. વાત ત્યારની છે જ્યારે વર્ષ 2013 માં ડૉ. ઇ.રમેશ કુમાર સાગર જિલ્લાના કલેક્ટર પદેથી હટ્યા બાદ આંધ્ર પ્રદેશમાં પ્રતિનિયુક્તિ પર જવાના હતા. જો કે છેલ્લી ઘડીએ તેમની જ પત્નીએ તેના પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પત્ની કુરંગતિ સપના કુમારે તેની વિરુદ્ધ તત્કાલીન મુખ્ય સચિવ આર.પરશુરામને એક પત્ર મોકલીને આક્ષેપો કર્યા હતા જેના કારણે હડકંપ મચી ગયો હતો. તેણે પોતાના જ પતિને મધ્યપ્રદેશનો સૌથી ભ્રષ્ટ અધિકારી ગણાવ્યો હતો.
આ પણ વાંચો : Israel-Hezbollah War:નસરલ્લાહના મોતની હિજબુલ્લાહે કરી પૃષ્ટી, ઇરાને બોલાવી OIC દેશોની બેઠક
16 પેજનો સ્ફોટક પત્ર લખ્યો
અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પત્નીએ 16 પેજના પોતાના પત્રમાં તેવો પણ દાવો કર્યો કે, બેનંબરની કમાણીનું અનેક જગ્યાએ રોકાણ કર્યું. આ રોકાણ કરેલી રકમનો વહીવટ કરવા માટે જ તે પ્રતિનિયુક્તિ પર આંધ્રપ્રદેશ જઇ રહ્યા છે. હાલમાં જ તેણે વિશાખાપટ્ટનમમાં એક પ્લોટ ખરીદ્યો છે. ત્યાં 6 કરોડ રૂપિયાના ખર્ચે આલિશાન મકાન બનાવી રહ્યો છે. આ ઉપરાંત તેણે રમેશ પર મારપીટનો આક્ષેપ પણ કર્યો હતો.
આ પણ વાંચો : આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
MBBS બાદ બન્યા IAS
આંધ્ર પ્રદેશના રહેવાસી રમેશ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર IAS સિવિલ લિસ્ટમાં મધ્ય પ્રદેશ કેડરના IAS યાદીમાં ઇ.રમેશનો 54 મો નંબર છે. તેની જન્મ તારીખ 30, ઓગસ્ટ 1973 છે. આ ઉપરાંત તેનો અભ્યાસ MBBS મેડિસિન ગણાવાયું છે. ઇ.રમેશે IIM બેંગ્લુરુથી પબ્લિક પોલીસી એન્ડ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે. તે મધ્યપ્રદેશમાં સાગર, ખરગોન, ડિંડૌરી વગેરે જિલ્લામાં કલેક્ટર પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તે મોરમુગાઓ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. ભારત સરકારના અન્ય મંત્રાલયોમાં પણ તેણે સેવાઓ આપી છે.
આ પણ વાંચો : Gir Somnath : કરોડોની સરકારી જમીન પરનાં 9 મોટા, 3 નાના ધાર્મિક અને 45 ખાનગી દબાણ દૂર કરાયાં