કેજરીવાલને વધુ એક ઝટકો! દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે FIR નોંધવાનો આપ્યો આદેશ
- AAP પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો
- અરવિંદ કેજરીવાલને દિલ્હીની કોર્ટેએ આપ્યો આદેશ
- પોલીસને 18 માર્ચ સુધીમાં રજૂ કરવા જણાવ્યું
Arvind kejriwal:દિલ્હી(Delhi)ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind kejriwal)રાઉઝ એવન્યુ કોર્ટમાંથી (Rouse Avenue court)મોટો ઝટકો લાગ્યો છે.એક કેસમાં કોર્ટે કેજરીવાલ સામે FIR નોંધવાની માંગ સ્વીકારી છે.2019 માં દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેજરીવાલ પૂર્વ AAP ધારાસભ્ય ગુલાબ સિંહ અને પૂર્વ દ્વારકા કાઉન્સિલર નીતિકા શર્માએ દિલ્હીમાં વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો જાણી જોઈને દુરુપયોગ કર્યો હતો.ફરિયાદમાં તે બધા સામે FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી.આજે કોર્ટે આ ફરિયાદ સ્વીકારીને પોલીસને 18 માર્ચ સુધીમાં આદેશના અમલીકરણ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે
આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નેહા મિત્તલ દ્વારા કરવામાં આવી હતી અને આજે કોર્ટે ફરિયાદ સ્વીકારીને પોલીસને 18 માર્ચ સુધીમાં આદેશના અમલીકરણ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે કોર્ટનો આ આદેશ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રીય રાજધાની પર શાસન કર્યા બાદ સત્તા પરથી દૂર કર્યાના થોડા અઠવાડિયા પછી આવ્યો છે, જેના કારણે કેજરીવાલની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે.
આ પણ વાંચો -Lok Sabh: ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે સરકાર લાવી નવુ બિલ, જાણો શું છે જોગવાઇ
ભાજપે કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
ગયા અઠવાડિયે દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ AAP સરકાર દ્વારા સંચાલિત 'મોહલ્લા ક્લિનિક્સ'માં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર મફત આરોગ્યસંભાળના નામે "ભ્રષ્ટાચારની દુકાનો" ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં 250 'મોહલ્લા ક્લિનિક્સ' બંધ કરવાની ભાજપ સરકારની કથિત યોજનાની એક પત્રકાર પરિષદમાં વરિષ્ઠ AAP નેતા જૈને આકરી ટીકા કર્યા બાદ સચદેવાની પ્રતિક્રિયા આવી. તેમણે આને એક એવું પગલું ગણાવ્યું હતું જે શહેરના આરોગ્યસંભાળ માળખાને 'અપંગ' બનાવશે.