Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂઝ એજન્સી ANI નું ટ્વીટર એકાઉન્ટ થયું લોક, Twitter એ આપ્યું આ કારણ

ન્યૂઝ એજન્સી ANIનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટે શનિવારે બપોરે ANI ના ટ્વીટર હેન્ડલને અચાનક બ્લોક કરી દીધું. ANI ની પ્રોફાઈલમાં આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી એવું લખવામાં આવ્યું હતું. ANI એડિટર સ્મિતા પ્રકાશે ટ્વીટ કર્યું કે...
ન્યૂઝ એજન્સી ani નું ટ્વીટર એકાઉન્ટ થયું લોક  twitter એ આપ્યું આ કારણ

ન્યૂઝ એજન્સી ANIનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટે શનિવારે બપોરે ANI ના ટ્વીટર હેન્ડલને અચાનક બ્લોક કરી દીધું. ANI ની પ્રોફાઈલમાં આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી એવું લખવામાં આવ્યું હતું.

Advertisement

ANI એડિટર સ્મિતા પ્રકાશે ટ્વીટ કર્યું કે ટ્વિટરે ANIનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. પ્રકાશે એક સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યું કે, ટ્વિટરે એકાઉન્ટ બનાવનારની લઘુત્તમ ઉંમર 13 વર્ષ હોવાનો નિયમ ટાંક્યો છે. તેણે ટ્વિટરના માલિક ઈલોન મસ્કને પણ ટેગ કર્યા છે. આગામી ટ્વીટમાં સ્મિતાએ કહ્યું કે 'અમે 13 વર્ષથી ઓછી ઉંમરના નથી!'

Advertisement

દક્ષિણ એશિયાની અગ્રણી મલ્ટીમીડિયા ન્યૂઝ એજન્સી તરીકે ઓળખાતી ANIની સ્થાપનાને પાંચ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. ANI વિશ્વભરમાં 100 થી વધુ બ્યુરો ધરાવે છે.

ANI ને મોકલવામાં આવેલા મેઈલમાં ટ્વીટર તરફથી કહેવામાં આવ્યું છે કે, 13 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એકાઉન્ટ બનાવવાની મંજુરી નથી. મેઈલમાં લખવામાં આવ્યું છે કે, તમારું એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે અને તેને દુર પણ કરી દેવામાં આવશે.

Advertisement

જોકે ANI સાથે જોડાયેલા એકાઉન્ટ જેવા કે ANI હિંદી, ANI UP, ઉત્તરાખંડ શરૂ છે. સ્મીતા પ્રકાશે જણાવ્યું છે કે જ્યાં સુધી ANI નું એકાઉન્ટ રિ-સ્ટોર ના થાય ત્યાં સુધી તમામ ટ્વીટ ANI ડિઝિટલ અને ANI હિંદીના એકાઉન્ટ પરથી કરવામાં આવશે.

આ પણ વાંચો : કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, 5 લાખનો દંડ

Tags :
Advertisement

.