Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anantnag Encounter : 1 મહિનાની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા અથડામણમાં દેશના ત્રણ અધિકારીઓએ જીવ ગુમાવ્યો છે. કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા છે. આ ત્રણ બહાદુર અધિકારીઓની આ દુનિયામાંથી વિદાય લેતા દેશ માટે મોટી ખોટ છે. ત્રણ...
anantnag encounter   1 મહિનાની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા
Advertisement

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા અથડામણમાં દેશના ત્રણ અધિકારીઓએ જીવ ગુમાવ્યો છે. કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા છે. આ ત્રણ બહાદુર અધિકારીઓની આ દુનિયામાંથી વિદાય લેતા દેશ માટે મોટી ખોટ છે. ત્રણ અધિકારીઓની શહાદતને દેશ ભૂલી શકશે નહીં. કર્નલ મનપ્રીત સિંહ અને મેજર આશિષ ધૌનેક 19 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. જ્યારે, હુમાયુ ભટ જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડીએસપી રેન્કના અધિકારી હતા. સુરક્ષા દળો જ્યારે સર્ચ ઓપરેશન દરમયના આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

Advertisement

Advertisement

હુમાયુ ભટને બે મહિનાની પુત્રી છે. તેઓ 2018 બેચના અધિકારી હતા. તેમની ગણતરી જમ્મુ-કાશ્મીર પોલીસના તીક્ષ્ણ અધિકારીઓમાં થતી હતી. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા અને તાજેતરમાં જ પિતા બન્યા હતા. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા બાદ વધુ પડતા લોહી વહી જવાને કારણે તેમનું મોત થયું હતું.

Advertisement

દીકરી એ આપી અંતિમ  સલામી

બુધવારે મોડી રાત્રે, આંસુઓ અને રડતી વચ્ચે, પિતા ગુલામ હસન ભટે તેમના પુત્ર નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) હુમાયુ ભટને અંતિમ સલામી આપી. પુષ્પાંજલિ અર્પણ સમારોહ દરમિયાન, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા

અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હુમાયુના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તાજેતરમાં જ પિતા બન્યા હતા. તેમની પ્રથમ પુત્રીનો જન્મ એક મહિના પહેલા જ થયો હતો. જો કે તેના મોતથી પરિવારની ખુશીમાં ગરકાવ થઈ ગયો છે. કારણ કે નવજાત બાળકના આગમનની ઉજવણીનો આનંદ બાળકના પિતાનું બંદૂકની ગોળીથી મૃત્યુ સાથે સમાપ્ત થઈ ગયો છે.

કર્નલ અને મેજર પણ મૃત્યુ પામ્યા

જણાવી દઈએ કે, અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ, 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક પણ શહીદ થયા છે. ત્યાં એક યુવક ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સવારે અનંતનાગ જિલ્લાના ગરોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે આ અધિકારીઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ  પણ  વાંચો-CHANDRAYAAN-3 NEW IMAGE : ત્રણ દેશોએ વિક્રમ લેન્ડરના ફોટા લીધા, તમે જ જુઓ કોની સારી છે…!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Chattisgarh: સુકમાના પહાડોમાં અથડામણ, સુરક્ષા દળોએ 20 નક્સલીઓને ઠાર માર્યા

featured-img
જામનગર

અનંત અંબાણીના પદયાત્રાનો આજે બીજો દિવસ, જાણો અન્ય કોણ તેમની સાથે કરી રહ્યા છે યાત્રા

featured-img
રાષ્ટ્રીય

MP: ‘પત્ની તેના બોયફ્રેન્ડ સાથે રહે છે…’ પતિએ રસ્તા પર કર્યા ધરણા, કહ્યું- મદદ કરો, નહીંતર મેરઠ જેવી ઘટના બનશે

featured-img
આંતરરાષ્ટ્રીય

Earthquake : માત્ર 8 સેકન્ડમાં વિનાશ! 150 થી વધુના મોત, 700 લોકો ઈજાગ્રસ્ત

featured-img
Top News

'PM મોદી ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ છે', ટ્રમ્પે મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

featured-img
અમદાવાદ

અમદાવાદમાં IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન ડાયમંડ તૈયાર

Trending News

.

×