ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો વળાંક... PM મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને યાદ કર્યા
- PM મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને યાદ કર્યા
- આવનારી પેઢીઓ હંમેશા તેમના અદમ્ય સાહસને યાદ રાખશે
- જલિયાંવાલા બાગ હત્યાકાંડ ઇતિહાસનો એક કાળો અધ્યાય
PM મોદીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે આવનારી પેઢીઓ હંમેશા તેમના અદમ્ય સાહસને યાદ રાખશે. આ ખરેખર આપણા દેશના ઇતિહાસનો એક કાળો અધ્યાય હતો. તેમનું બલિદાન ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક વળાંક બન્યુ.
આ દેશ ક્યારેય ભૂલશે નહીં
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે હું જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં શહીદ થયેલા બહાદુર શહીદોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ હત્યાકાંડ એક સરમુખત્યારશાહી શાસનની ક્રૂરતાનું પ્રતીક છે, જેને આ દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આ અન્યાય અને જુલમ સામે આપણા બહાદુર શહીદોનું બલિદાન ભવિષ્યની પેઢીઓને અન્યાય સામે લડવા માટે પ્રેરણા આપતું રહેશે.
આ પણ વાંચો : શરદ પવાર અને અજિત પવાર અઠવાડિયામાં બીજી વાર એકબીજાને મળ્યા, રાજકીય હલચલ તેજ
સ્વાતંત્ર્ય સંગ્રામનો કાળો અધ્યાય
ગૃહમંત્રી અમિત શાહએ શહીદોને હું શ્રદ્ધાંજલિ પાછવતા કહ્યું, જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક કાળો અધ્યાય છે, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. અમાનવીયતાના ચરમસીમાએ પહોંચેલા બ્રિટિશ શાસનની ક્રૂરતાને કારણે દેશવાસીઓમાં જે ગુસ્સો ઉભો થયો, તેણે સ્વતંત્રતા ચળવળને સંઘર્ષમાં ફેરવી દીધી.
જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા શહીદોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ હંમેશા અમર શહીદોને પોતાની સ્મૃતિઓમાં સાચવશે.
આ પણ વાંચો : જાણો તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કઈ માંગણીઓ કરી ?